Proud of Gujarat
INDIAFeaturedGujarat

એકતાનગરના સ્થાનિક નિવાસીઓ અને પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા માટે 10 બેડની હોસ્પિટલનો કરાશે શુભારંભ.

Share

એકતા નગર ખાતે ટ્રોમાં સેન્ટરની સુવિધા સાથે 50 બેડની આધુનિક હોસ્પિટલ ઉભી થાય ત્યાં સુધી તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદ આજદિન સુધી ૧ કરોડથી પણ વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળો વિકસિત થતા સમગ્ર વિસ્તાર વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બની ચૂકયું છે, જે ધ્યાને લેતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા એકતાનગરનાં સ્થાનિકો અને અત્રે આવનાર પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા વધુ સૃદઢ કરવા તરફ મહત્વનું કદમ ઉઠાવતા એકતા મોલની પાછળ આવેલ સ્વાગત કચેરી ખાતે ૧૦ બેડની આધુનિક સુવિધાથી સજ્જ હંગામી હોસ્પિટલનો પ્રારંભ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ૧૦ દિવસમાં આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવશે. તેની સાથે એકતા નગરના પ્રવાસન આકર્ષણમાં પ્રવાસીઓ અને સ્થાનિક નિવાસીઓ માટે વરદાનરૂપ આરોગ્ય સુરક્ષા છત્ર ઉમેરાઈ રહ્યું છે.

એકતાનગર આજે વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે તેની સાથે એકતાનગર સહિતના વિસ્તારનો સમતોલ વિકાસ થાય તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળની રચના કરવામાં આવી છે, સત્તામંડળ દ્વારા અનેક જનસુખાકારીનાં પગલા લેવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને એકતાનગર વિસ્તારના સ્થાનિક નિવાસીઓ અને પ્રવાસીઓની આરોગ્યલક્ષી સુવિધા વધારવાના ભાગરૂપે એકતા મોલની પાછળ આવેલ સ્વાગત કચેરી ખાતે 10 બેડની આધુનિક સુવિધાથી સજ્જ હોસ્પિટલ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

હોસ્પિટલ કાર્યરત કરવા માટે આજરોજ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને સ્વાગત કચેરીનો કબ્જો સોંપવામાં આવ્યો છે, આગામી ૧૦ દિવસમાં ૧૦ બેડની સુવિધાસજ્જ હોસ્પિટલ કાર્યરત કરી દેવામાં આવશે. આ હોસ્પિટલમાં ૨૪ X ૭ આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ રહેશે જેમાં મેડીકલ ઓફિસર, નર્સિંગ સ્ટાફ, ફાર્મસી, લેબોરેટરી, મહિલા અને પુરુષ વોર્ડની સેવાઓ ઉપલબ્ધ રહેશે.

Advertisement

આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે જણાવ્યું હતું કે, આ વિસ્તારના સ્થાનિય નિવાસીઓ, પ્રવાસીઓ તેમજ વિવિધ પ્રવાસીય પ્રકલ્પો પર પોતાની સેવાઓ આપતા કર્મચારી/અધિકારીઓની આરોગ્યલક્ષી સુવિધાને ધ્યાને લઈને આગામી સમયમાં એકતા નગર ખાતે ટ્રોમાં સેન્ટરની સુવિધા સાથે 50 બેડની આધુનિક હોસ્પિટલ ઉભી થાય ત્યાં સુધી આ વ્યવસ્થા કાયમ રહેશે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

રાજ્યમાં કેટલાક વિસ્તારમાં માવઠું થવાથી ખેડૂતોને પાક બગાડવાની ભીતિ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 17 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1396 પર પહોંચી.

ProudOfGujarat

ભરૂચ રજપૂત કરણી સેનાના કાર્યકરોએ સિનેમા સંચાલકો ને ફિલ્મ ન દર્શાવવા બદલ ગુલાબ ના ફુલ આપી આભાર વ્યક્ત કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!