Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા પાલિકાના રોજિંદા સફાઈ કામદારોની હડતાળ ત્રીજા દિવસે યથાવત.

Share

રાજપીપળા નગરપાલિકાના રોજિંદા સેવા બજાવતા સફાઈ કર્મીઓ પગાર અને પોતાની પડતર માંગણીઓ સંદર્ભે 23/12/2019 ના રોજથી સફાઈ બંધ કરી છેલ્લા ત્રણ દિવસથી હડતાળ ઉપર ઉતરી ગયા છે અને પાલિકાની બહાર ધરણા કરી રહ્યા છે. ત્યારે રાજપીપળા શહેરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.હડતાળ ઉપર ઉતરેલા સફાઈ કર્મીઓની ઘણી માંગણીઓ લાંબા સમયથી સ્વીકારવામાં આવતી નથી તેમજ નિયમિત પગાર થતો નથી, સત્તાધીશો અને નેતાઓ દ્વારા વારંવાર લોલીપોપ આપી હડતાળ સમેટાઈ લેવાઈ છે પરંતુ આ વખતે સફાઈ કર્મીઓ પોતાની માંગ ન સ્વીકારાઇ તો આંદોલન વધુ ઉગ્ર બનાવવા મક્કમ બન્યા છે.
રાજપીપળા પાલિકાના રોજિંદા સફાઈ કર્મીઓની મુખ્ય માંગણીઓ છે કે રોજિંદા સફાઈ કર્મીઓને કાયમી કરવા, રોસ્ટર પ્રથા નાબૂદ કરી સીધી ભરતી કરવી, સરકારના ૧૭-૧૦-૧૯૮૮ ના પરિપત્ર તેમજ ૨૦૦૭ , ૨૦૧૦ ના પરિપત્ર મુજબ આજદિન સુધી અમલ થયો નથી જેનો અમલ કરવો, શહેરી વિકાસ વિભાગના ૧૮-૧૦-૨૦૧૭ ક્રમાંક ૧.૫ ૧૨૨૦૧૭/સી.ફા૨૮/ ના ઠરાવનો અમલ કરવો, રાજપીપળા પાલિકા દ્વારા સફાઈ કર્મીઓને પૂરતી સાધન સામગ્રી આપવી, પાલિકા કર્મીઓનો નિયમિત પગાર કરવો, સફાઈ કામદારોનું ચાલુ નોકરીએ મૃત્યુ અથવા રિટાયર્ડ થાય તેમની જગ્યાએ વારસદારોને કામે લેવા, નોકરી દરમિયાન અકસ્માત થાય તો સહાય આપવી.
  અત્રે એ ઉલ્લેખનીય છે કે હડતાળ ઉપર ઉતરેલા પાલિકાના સફાઈ કર્મીઓ એમ પણ જણાવતા હતા કે ત્રણ ત્રણ મહિનાના પગાર થયા નથી જેથી પરિવારનું ગુજરાન ચલાવું મુશ્કેલ બન્યું છે અને ભૂખે મરવાનો વારો આવ્યો છે ઉપરાંત અમે રોગનો ભોગ બની શહેરને સ્વચ્છ રાખીએ છે છતાં સરકાર અને સત્તાધીશોને અમારી પડી નથી ,અગાઉ માંગણીઓ સંદર્ભે હડતાળ પાડી ધરણા કર્યા હતા ત્યારે સાંસદ મનસુખભાઇ વસાવાએ માંગણીઓ અંગે નિરાકરણ લાવવા બાંહેધરી આપી પારણાં કરાવ્યા હતા પણ હજુ માંગણીઓ સંતોષાઈ નથી.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

લીંબડીના સૌકા ગામના યુવાનો રજુઆત કરવા માટે ધારાસભ્ય પાસે પહોંચ્યા.

ProudOfGujarat

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લાનાં સાઢલી ગામના આર્મી જવાન દેશની રક્ષા કરી નિવૃત્ત થતા ગામમાં ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!