મતદાનનો સમય સાંજના 5 વાગ્યાં સુધીનો હતો છતાં પણ નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે સાંજે ૭:૨૦ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. આ બાબતે ચૂંટણી અધિકારી એસ.જી.ગોકલાણીના જણાવ્યા અનુસાર મતદાતા મોડા આવે તો પાંચ વાગ્યા સુધી જેટલા મતદાતાઓ હોય તેટલા લોકોને કુપન આપવી પડે અનેએ લોકોનું વોટિંગ પૂરું થાય ત્યાં સુધી ચલાવવું પડે, ગઈ વિધાનસભાની ચૂંટણીના સમયમાં અને આ વર્ષની વિધાનસભાની ચૂંટણીના સમયમાં બે કલાકનો તફાવત છે.
પહેલા ૭:૦૦ વાગે મતદાન ચાલુ થતું હતું તેની જગ્યાએ ૮:૦૦ વાગે મતદાન ચાલુ થયું અને જે સાંજે ૬:૦૦ વાગ્યા સુધી મતદાન ચાલતું હતું તેની જગ્યાએ હવે સાંજે ૫:૦૦ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું અને સુંદરપુરા ગામમાં મતદાતાઓ વધારે હોવાથી તેઓને કુપન આપી મતદાન કરાવ્યું જેથી સાંજે મોડા સુધી મતદાન ચાલ્યું હતું. તેમ તેઓએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે સુંદરપરા ગામમા એક જ ગામના અપક્ષના ઉમેદવાર હર્ષદ વસાવા અને કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવા ચૂંટણી લડી રહ્યા હોવાથી અહીં સવારથી જ મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. બન્ને ઉમેદવારો પોતાનો સમર્થક મતદાર રહી ના જાય તે માટે તેમના કાર્યકતો મતદારોને મતદાન મથક સુધી લઈ જતા હતા. સાંજે મતદાન પૂરું થવાનો સમય આવ્યો ત્યારે પણ મતદારો ઘણા રહી જ્યાં ત્યાંના પ્રિસાઇન્ડિગ ઓફિસરે પાંચ વાગ્યાં સુધી આવી ગયેલા તમામ મતદારોને કુપન આપી મતદાન કરાવ્યું હતું જે 7:20 સુધી ચાલ્યું હતું. જોકે 5 થી 7:20 સુધીમાં 222 મતદારોએ કર્યું મતદાન કર્યું હતું. પ્રાંત અધિકારીના જણાવ્યા અનુસાર સાંજરોલી, સુંદરપુરા સહીત 4 ગામોમાં 5 પછી પણ મતદાન કરાયું હતું. સુંદરપરા ગામમાં બે ઉમેદવારો હોવાથી મતદારોનો અદ્ભૂત ઉત્સાહ જોતા આ મતો કોની ઝોળીમાં ગયા હશે તે વાત ઉમેદવારો માટે ચિંતા અને ચિંતનનો વિષય બન્યો હતો.
દીપક જગતાપ, રાજપીપલા