ગઈકાલે નર્મદા જિલ્લાની બે વિધાનસભાની બેઠકો નાંદોદ અને ડેડીયાપાડા બેઠક ઉપર ચૂંટણી સંપન્ન થઈ હતી. આ નાંદોદ બેઠક ઉપર કોંગ્રેસ ભાજપ બીટીપી, અપક્ષ અને આપના ચાર ઉમેદવારો અને ડેડીયાપાડા બેઠક ઉપર પણ ભાજપ કોંગ્રેસ પીટીપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.દરેક પક્ષોએ અને ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેના અનુસંધાને નાંદોદ બેઠક ઉપર કુલ 2,35,179
મતદારો પૈકી 1,74,692 મતદારોએ 74.28% મતદાન કર્યું હતું. ત્યારે ડેડીયાપાડા પાડા બેઠક ઉપર 2,22,701 મતદારો પૈકી 1,83,267 મતદારોએ 82.29% વિક્રમ જનક મતદાન કર્યું હતું.
જોકે ચૂંટણી પત્યા પછી કેટલાક ઉમેદવારો, સમર્થકો, કાર્યકરો, મહિનાઓ સુધી દોડી દોડીને થાકી ગયા હોવાથી થાક ઉતારવામાં પડ્યા હતા. તો બીજી તરફ કોણ જીતશે? કોણ હારશે? કયા ઉમેદવારને કેટલા વોટ મળશે? કેટલા મતનો માર્જિન થશે? વગેરેનો હિસાબ લગાવવા બેસી ગયા હતા. હાલ તો ચોરને ચૌટે કોણ બને બનેગા એમએલએ ની ચર્ચા શરૂ છે. તો બીજી તરફ કેટલાક રાજકીય પક્ષોમાં હાર જીતના સરવાળા બાદબાકીનું ગણિત લગાવવા બેસી ગયા હતા. તો કેટલાક લોકો મતદારોને પૂછી રહ્યા હતા કે? તમને કેવું લાગે છે કોણ જીતશે? જેવા પ્રશ્નો કરી હાર જીતનો તાગ મેળવવાનો પ્રયાસ કરતા જણાતા હતા. જોકે મતદારોએ છેલ્લે સુધી પોતાનું મન કરાવવા દીધું નહોતું એ તો હવે આઠમી એ જ પરિણામ જાહેર થશે ત્યારે જ ખબર પડશે કે કોણ બનેગા એમએલએ.
દીપક જગતાપ, રાજપીપલા