નર્મદા જિલ્લામાં આગામી તા.૦૧ લી ડીસેમ્બરના રોજ યોજાનારી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ અન્વયે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વાર સ્વિપ મતદાર જાગૃત્તિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે, જે અંતર્ગત જિલ્લાના આમલેથા ગામની નૂતન જ્યોતિ વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય કિશોરસિંહ ખેર તથા શાળાના પરિવાર દ્વારા “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ બનાવી મતદારોમાં જાગૃત્તિ કેળવવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લામાં મહત્તમ મતદાન થાય એ ઉદેશ્યથી મતદાન જાગૃત્તિ માટે વિદ્યાર્થીઓએ “VOTE FOR NARMADA” ની એક માનવ સાંકળ બનાવી પ્રેરણા આપી હતી. મતદાન જાગૃત્તિના આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દીપક જગતાપ, રાજપીપલા