Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચૂંટણી ટાણે અસામાજિક પ્રવૃતિઓ સામે નર્મદા પોલીસની લાલ આંખ.

Share

નર્મદામાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણી ટાણે અસામાજિક પ્રવૃતિઓ સામે નર્મદા પોલીસ એક્શનમાં આવી છે.જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેના જણાવ્યા અનુસાર વિધાનસભા ચુંટણીનીતા.૦૩/૧૧/૨૦૨૨ થી આદર્શ આચાર સંહિતા જાહેર કરવામાં આવેલ છે અને આ વિધાનસભા ચુંટણી અનુસંધાને આદર્શ આચાર સંહિતા સાથે જીલ્લામાં ભયમુક્ત, શાંત વાતાવરણમાં મતદાનનો અમલ કરાવવા સારૂ નર્મદા જીલ્લા પોલીસ દ્વારા અસામાજિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જીલ્લામાં પ્રોહીબીશન સબંધીત અસામાજીક પ્રવૃતિની પડોશી રાજ્યમાંથી ગેરકાયદેસર હેરાફેરી અટકાવવા જીલ્લામાં કુલ-૬ આંતરરાજ્ય ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. તેમજ અન્ય કુલ-૧૪ આંતરજીલ્લા તથા આંતરીક ચેક પોસ્ટ ઉભી કરવામાં આવેલ છે. આ તમામ ચેક પોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક કેન્દ્રીય સુરક્ષા દળ તથા પોલીસ તથા હોમગાર્ડ/જીઆરડી સભ્યો ચેક પોસ્ટને લગતી તમામ સાધન સામગ્રી સાથે તૈનાતકરવામાં આવેલ છે. આ તમામ ચેક પોસ્ટ ઉપર ચુંટણીને અસર કરતી તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ ડામી દેવા સારૂ અસરકારક વાહન ચેકીંગ ચાલુ છે. આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં ઇગ્લીશ દારૂના કુલ-૧૪ કેસ કરવામાં આવેલ છે અને ૪૫૫૧ ઇગ્લીશ દારૂની બોટલો કિ.રૂ.૨૪,૪૦,૪૭૦/- ની આરોપીઓ સાથે કબજે કરવામાં આવેલ છે. તેમજ દેશી દારૂના કુલ-૨૨૩ કેસ કરવામાં આવેલ છે. અને ૭૭૮ લીટર દેશી દારૂ આરોપીઓ સાથે કબજે કરવામાં આવેલ છે. આદર્શ આચાર સંહિતા અમલવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં માદકપદાર્થ (ગાંજો) ના હેરાફેરીના કુલ-૩ કેસો શોધી કાઢ્યામાં આવેલ છે. જેમાં ગાંજો
૪૦.૮૭૭ કિલોગ્રામ કિ.રૂ.૪,૦૮,૭૭૦/-નો મુદ્દામાલ આરોપીઓ સાથે પકડી પાડવામાં આવેલ છે.

એ ઉપરાંત આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં ગેરકાયદેસર હથિયારના કુલ-૨ કેસ શોધી કાઢી આરોપીઓને ગેરકાયદેસર હથિયાર સાથે ધરપકડ કરવામાં આવેલ છે. આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં
ચુંટણીને અસર કરતાં કુલ-૪,૧૭૬ અસામાજીક તત્વો ઉપર સખ્ત અટકાયતી પગલા લઇ લાંબી મુદતના અસરકારક જામીન લેવડાવવામાં આવેલ છે.
આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં કુલ-૨૨ અસામાજીક તત્વો ઉપર તડીપારની કાર્યવાહી કરવા લગત પ્રાંત અધિકારીઓને દરખાસ્તો મોકલી આપવામાં આવેલ છે. તેમજ કુલ-૧૨ અસામાજીક તત્વો ઉપર પાસા જેવા કઠોર અટકાયતી પગલા લેવા સારૂ જીલ્લા મેજીસ્ટ્રેટ, નર્મદાનાઓને દરખાસ્તો પાઠવવામાં આવેલ છે. આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં
કુલ-૨૦૬ ઇસમો બીજ જામીન લાયક વોરંટમાં નાસતા ફરતા હોય આ ઇસમોને પકડી લઇ લગત નામદાર કોર્ટ સમક્ષ રજુ કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આદર્શ આચાર સંહિતા અલમવારી શરૂ થયાથી નર્મદા જીલ્લામાં આજદિન સુધીમાં કુલ-૨ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. તેમજ છેલ્લા ૧૨ વર્ષથીવચગાળાના જામીન ઉપરથી ફરાર ખુનના ગુનાના પાકા કામના કેદીને ઝડપી લઇવડોદારા મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે. આમ, આદર્શ આચાર સંહિતા અમલમાં આવ્યાથી આજદિન સુધીના ખુબ જ ટુંક સમયમાં નર્મદા જીલ્લા પોલીસ દ્વારા જીલ્લામાં ભયમુક્ત, શાંત વાતાવરણમાં મતદાનનો અમલ કરાવવા સારૂ ચુંટણીને સીધી અસર કરતી ઉપરોક્ત સખ્ત કામગીરી કરવામાં આવેલ છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ ના કુકરવાડા તળાવ ફળિયા ના એક મકાન માં તસ્કરો ત્રાટકી ૧.૬૦ લાખ ઉપરાંત ની ચોરી કરતા ભારે ચકચાર મચ્યો હતો…….

ProudOfGujarat

મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા

ProudOfGujarat

ભરૂચ : ચાલુ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાશે આવે તેવી શકયતા, ભરૂચમાં સભાના આયોજન અંગે તૈયારીઓ શરૂ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!