Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપલા ખાતે નાંદોદ બેઠક પર કોંગ્રેસના યુવા ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું.

Share

આજે રાજપીપળા ખાતે નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવારોનો ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજે કોંગ્રેસના યુવા ઉમેદવાર હરેશ વસાવા વાજતે ગાજતે રેલી કાઢી જંગી શક્તિ પ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેમાં સ્ટેશન રોડની બન્ને બાજુ ઉમટેલી જંગી જનમેદનીએ ભાજપાના શક્તિ પ્રદર્શનને ઝાખું પાડી દીધું હતું. જેમાં ઉમેદવાર હરેશ વસાવાએ તેમના સમર્થકો સાથે હરસિધ્ધિ માતાના મંદિરે માતાજીના દર્શન કરી વડીલોના કાર્યકર્તાઓના આશીર્વાદ લઈને રેલી સ્વરૂપે પ્રાંત કચેરીએ જઈ ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા હતા. જેમાં કાર્યકરોઓ મોટી સંખ્યામાં ખુલ્લી જીપમાં રેલી સાથે નીકળ્યા હતા. રેલીમાં પંજાના નિશાનના ધ્વજ પતાકા બેનરો સાથે કોંગી કાર્યકરો રેલીમાં જોડાયા હતા.

આજે પ્રાંત કચેરીએ પહોંચીને હરેશ વસાવાએ તેમનું ઉમેદવારી પત્ર કોંગ્રેસના મેન્ડેટ સાથે ભર્યું હતું, મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે આપેલા મેન્યુફેસ્ટોના વચનો પુરા કરવાનો સંકલ્પ કર્યો હતો અને નાંદોદ તાલુકાના વિકાસના કાર્યો કરવાની પણ તેમણે ખાતરી આપી હતી અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મતદારો કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

ભરૂચ નર્મદા ચોકડી પાસે કતલખાને લઇ જવાના બદઈરાદાથી ગાયો અને વાછરડા સાથે પસાર થતા બે વાહનોને ગૌરક્ષકોએ ઝડપી પાડયા હતા.

ProudOfGujarat

પંચમહાલ-લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની જિલ્લામાં ગત મોડી રાત્રિથી ધમાકેદાર એન્ટ્રી…..

ProudOfGujarat

સુરત : સરથાણામાં MD ડ્રગ્સ સાથે યુવકની ધરપકડ, જથ્થો આપનાર ઈસમ વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!