ભાજપે વિધાનસભા માટે ઉમેદવારોની આજે યાદી જાહેર કરી દીધી છે. જેમાં નર્મદા જિલ્લાની બે બેઠકો પૈકી બેઠકના ઉમેદવારની જાહેરાત થઈ ગઈ છે. જેમાં 148,નાંદોદ વિધાનસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે ડો. દર્શનાબેન દેશમુખના નામની જાહેરાત થઈ છે. નાંદોદ વિધાનસભાની બેઠકના ઇતિહાસમાં પહેલીવાર એક મહિલાને ટિકિટ આપવામાં આવી છે જે મહિલાઓ માટે આનંદના સમાચાર છે. ખાસ કરીને નર્મદા જિલ્લાની મહિલા મોરચા છાવણીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે મહિલા ઉમેદવારની જાહેરાતથી ભાજપના કાર્યકરો, આગેવાનો, સમર્થકો આજે તેમના નિવાસસ્થાને અભિનંદન આપવા પહોચી ગયા હતા.
આ પ્રસંગે ડો. દર્શનાબેન દેશમુખે પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની નંબર વન પાર્ટી છે એમાં ખાસ કરીને યુવાઓને મહિલાઓને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવે છે. નાંદોદની બેઠક ઉપર એક આદિવાસી મહિલા તરીકે જે મારી વરણી કરવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટીનો શ્રેષ્ઠ નેતૃત્વનું ઉદાહરણ છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીને દિલથી આભાર માનું છું. પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે કે વિશ્વાસ સંપાદન કરીને આ બેઠક ઉપર કમળ ખિલાવીશ. હું મારા મત વિસ્તારના ત્રણે તાલુકાના પ્રજાના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ રહીશ અને વિકાસના કામોને પ્રધાનને આપીશ.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય હર્ષદ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન ખૂબ મહત્વનું હોય છે. અને સંગઠનના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની તમામ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલે એવા અમારા પ્રયત્નો રહેશે અને હવે નાંદોદની બેઠક ઉપર પણ બહુમતી સાથે કમળ ખીલશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો તેમણેનાંદોદ બેઠક 25000 થી વધુમતોના માર્જિનથી બેઠક જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
જોકે આ બેઠક ઉપર ભાજપના દાવેદાર ઉમેદવારોની સંખ્યા ખૂબ મોટી હતી. પરંતુ પ્રદેશ અધ્યક્ષ સીઆરપાટીલે સાંસદ,એમએલએ કે મંત્રીના સગાને ટિકિટ નહીં આપવી જાહેરાત કરતા ઘણા દાવેદારોના નામ કપાઈ ગયા હતા. જોકે સૌથી મોટા દાવેદારોમાં શબ્દશરણ તડવી અને હર્ષદ વસાવાનું નામ અગ્રેસર હતું જે નામ કપાતાતેમના સમર્થકોના નારાજગી જોવા મળી હતી. જોકે ડેડીયાપાડા બેઠક પરહજી પણ સસ્પેન્સ રહ્યું હતું. ડેડીયાપાડા બેઠક પર ભાજપાના ઉમેદવારની જાહેરાત થઈ નહોતી. હવે આ બેઠક પર ભાજપા કોને ટિકિટ ફાળવે છે એ હવે જોવું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. દર્શનાબેન દેશમુખ પૂર્વ સાંસદ ચંદુભાઈ દેશમુખના સુપુત્રી છે. તેઓ ભાજપમાં ઘણા વખતથી સક્રિય મહિલા ઉમેદવાર રહ્યા છે. ખાસ કરીને દર્શનાબેન દેશમુખ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલની કારોબારી ટીમમાં હોવાથી તેઓ સીઆર પાટીદાર નજીકના વિશ્વાસુ ગણાય છે. તાજેતરમાં ડો. દર્શના દેશમુખના હોસ્પિટલનું ઉદઘાટન કરવા સીઆર પટેલ રાજપીપળા આવ્યા હતા અને તેમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. આમ કહી શકાય કે સી આર પટેલના તેઓ નજીકના ગણાતા હોવાથી તેમને સીઆર પાટીલનાં આશીર્વાદ મળ્યા છે.
દર્શનાબેન પૂર્વ સાંસદ ચંદુભાઈ દેશમુખના સુપુત્રી છે. તેઓ પંડિત દિન દયાલ ઉપાધ્યાય ગરીબ કલ્યાણ સમિતિમાં એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે રહી ચૂક્યા છે. એ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારીના તેઓ સદસ્ય છે. ગુજરાત વન વિકાસના પૂર્વ ડાયરેક્ટર, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના પૂર્વ પ્રેસિડેન્ટ અને મેમ્બર પણ રહ્યા છે. ટ્રાયબલ મોરચા ભારતીય જનતા પાર્ટીના નેશનલ વાઇસ પ્રેસિડન્ટ, ગોવાના પ્રભારી અને ગુજરાત વન વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટરપણ રહી ચુક્યા છે. એ ઉપરાંત રાષ્ટ્રીય આદિજાતિ મોરચાના પૂર્વ સેક્રેટરી અને મેમ્બર તથા વેસ્ટર્ન કોલ ફીલ્ડ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે પણ કામગીરી કરી છે. ઉપરાંત સ્થાનિક હોદ્દાઓ જોતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજપીપલાના વાઇસ ચેરમેન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ, સબ જેલ રાજપીપલાના સલાહકાર સમિતિના સદસ્ય પણ છે. તેઓ વ્યવસાયે ગાયનેક તબીબ છે. એક શિક્ષિત મહિલાને ટિકિટ આપી છે. આજે ડો દર્શનાબેનનાં નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, સમર્થકો અભિનંદન શુભેચ્છા આપવા પહોચી ગયા હતા.
દીપક જગતાપ, રાજપીપલા