ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પછી દરરોજ નવા સમીકરણો રચાઈ રહ્યા છે.નવા અપસેટ સર્જાઈ રહ્યા છે. ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક આવ્યો છે. ગઈ કાલે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ બીટીપી અને જેડીયુંના ગઠબંધનનો ઇન્કાર કર્યા પછી આ ગઠબંધન તૂટી ગયું હતું અને આજે બીટીપી એ વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ નવા ગઠબંધનમાં બીટીપી પાર્ટી ખતરામાં આવે તેમ હતું. તો બીજી બાજુ પોતાની ડેડીયાપાડાની બેઠક પર સીટિંગ એમએલએ મહેશવાને વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા પોતાની સીટ પર હારનો ખતરો જણાતા તેમણે પોતાની ડેડીયાપાડાની સૌના આશ્ચર્ય વચ્ચે સીટ છોડી દીધી હતી અને ડેડીયાપાડા બેઠક જિલ્લા પ્રમુખ બહાદુર વસાવાને ટિકિટ ફાળવી દીધી હતી અને પોતે પોતાના પિતાની વર્ષોની સુરક્ષિત ગણાતી ઝગડિયાની બેઠક પર ટિકિટ ફાળવી હતી. આમ ડેડીયાપાડાની બેઠક પર આમ આદમી પાર્ટી અને બીટીપીના ઉમેદવારની થઈ ચૂકી છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે હજી પોતાના પત્તા ખોલ્યા નથી. ભાજપ અને કોંગ્રેસના કયા ઉમેદવારને ટિકિટ મળશે એના પર સૌની ઉપર મીટ મંડાઇ છે.
દીપક જગતાપ રાજપીપલા
ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.
Advertisement