ભાદરવામા મેળામાં આદિવાસી પુરુષ યુવાનો દ્વારા સ્ત્રીનો વેશ ધારણ કરીને સોંગાડીયા નૃત્ય કરવાની વર્ષો જૂની અનોખી પ્રથા છે જે આજે પણ અવિતર પણે ચાલતી આવે છે. આજે કાર્તિકેય પૂનમે રાજપીપળામા સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું.
રાજપીપળા આવેલા આદિવાસી યુવાનોએ સ્ત્રીનો વેશ ધારણ કરીને સોગાડીયા નૃત્ય કર્યુ હતુ. આ સોગાડીયા નૃત્ય લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. જેમાં મહારાષ્ટ્રની બોર્ડર પરથી આવેલા યુવાનો સાડી પહેરીને શણગાર સજીની મેકઅપ કરીને સ્ત્રીના વેશમાં સોંગાડીયા નૃત્ય કર્યુ હતુ જે લોકોમાં ખૂબ લોકપ્રિય થયુ છે. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સૌગાડીયા નૃત્ય ખૂબ લોકપ્રિય છે. છેલ્લા ૧૦ વર્ષથી અમે આ વેશભૂષા સજાવીને ભાદરવા મેળામાં આવીએ છીએ અને સંઘ નૃત્ય કરીને ભાદરવા પહોચીને દાદાના દર્શન કરવા આવીએ છીએ તેમ જણાવ્યું હતું.
Advertisement
દીપક જગતાપ,રાજપીપળા