Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિરે ભવ્ય સંગીતમય સુંદરકાંડનું આયોજન કરાયું.

Share

અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ પરિવાર દ્વારા ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભવ્ય સંગીત મય સુંદરકાંડનું આયોજન કરવામાં આવશે. તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે ભાથીજી મહારાજનું અતિ પ્રાચીન મંદિર આવેલ છે આ મંદિર ખાતે દેવ દિવાળીના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળાના આયોજન દરમ્યાન અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ દ્વારા મેળામાં સવારના સમયે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન તથા સાંજના સમયે સંગીતમય સુંદરકાંડનું આયોજન ત્યાર બાદ રાત્રિના સમયે ભજન સંધ્યાનો ભવ્ય આયોજન કરવામાં આવશે.

તિલકવાડા તાલુકાના ભાદરવા ખાતે ભાથીજી મહારાજનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે દેવ દિવાળીના રોજ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દૂર દૂરથી ભાવીક ભક્તો પગપાળા સંઘતથા જવારા લઈને આવે છે અને ભાથીજી મહારાજના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે જેમાં આ વર્ષે પણ દેવ દિવાળીના પાવન અવસર પર ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવશે. આ મેળાના આયોજન દરમિયાન અખિલ ભારતીય માં નર્મદા સેવા સંઘ પરિવાર દ્વારા મેળાના દિવસે સવારના સમયે ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે સાથે જ આવનાર દરેક પદયાત્રીઓ માટે ઠંડુ પીણું અને ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવશે, ત્યારબાદ સાંજના સમયે કિશન જાંબુકિયાના સ્વર કંઠે ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિના સમયે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવા ખાતે તારીખ 7 ના રોજ ભવ્ય મેળો યોજાશે.

Advertisement

આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય સમન્વયક મનિષાબેન પટેલ સહીત અખિલ ભારતીય નર્મદા પરિક્રમા સેવા સંઘના રાષ્ટ્રીય પ્રદેશ અને રત્નાકર સંગમ ઝોનના પદાધિકારી તથા સંયોજકો આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેશેને સેવા આપશે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર ને જોડતા ગોલ્ડન બ્રીજ માં બે યુવાનોએ બાઈક વચ્ચે મૂકી ડાન્સ કરતો વિડિયો વાયરલ કર્યો…

ProudOfGujarat

બીલીમોરા પોલીસ સ્ટેશનના પીએસઆઈની ભારે વરસાદમાં સરાહનીય કામગીરી.

ProudOfGujarat

‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ રાજપીપલા પોસ્ટ ઓફિસ દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!