આજે શુભદીપાવલી પર્વે રાજપીપલામા ઈકોફ્રેન્ડલી રંગોળીનો માહોલ જામ્યો છે. દિવાળીના દિવસે ઘર આંગણાને સજાવવામાં રંગોળીનો ઉપયોગ વિશેષ થાય છે. જોકે આ બધામાં રાજપીપલાના વિજ્ઞાન લેખક દીપક જગતાપની ઇકોફ્રેન્ડલી રંગોળી અર્થાત જેમાં કુદરતી સંસાધનનો ઉપયોગ થાય એવા પદાર્થોનો ઉપયોગ કરી બનાવેલી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
દીપક જગતાપના જણાવ્યા અનુસાર શુભકામમાં વપરાતા ગલગોટા અને ગુલાબના ફૂલો, ઉપરાંત રંગીન પથ્થરો, નાગરવેલના પાન, સોપારી, કંકુ, ચોખા, અને માટીના દીવડા જેવા કુદરતી સંશાઘનોનો ઉપયોગ કરી ઇકોફ્રેન્ડલી રંગોળી બનાવેલી છે. આપણે સૌ રંગોળીમા કુદરતી સંશાઘનોનો ઉપયોગ કરવો જોઈએ તેવો મેસેજ આપી દીપાવલી પર્વની સૌને રંગોળીના માધ્યમથી શુભેચ્છા પાઠવી હતી.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement