હિન્દૂ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતા રાજપીપળાની નિઝમશાહ બાવાની દરગાહ ખાતે આમ નિયાઝના કાર્યક્રમમાં હજારો અકિદતમંદોએ નિયાઝનો લાભ લીધો. આશરે ૬૦૦ વર્ષ જૂની નિઝમશાહ દરગાહ ખાતે દર વર્ષે શાકાહારી ખાનાર માટે ખાસ વેજદાળ પુલાવ બનાવાય છે. રાજપીપળાની મધ્યમાં આવેલ હઝરત નિઝમશાહ નંદોદી રેહમતુલ્લાહ અલઈયહેની દરગાહ લગભગ ૬૦૦ થી વધુ વર્ષ જૂની છે જે હિન્દૂ મુસ્લિમ સહિત તમામ ધર્મના લોકો માટે અસ્થાનું પ્રતીક છે. આજે બપોરે દરગાહ ખાતે આમનીયાઝનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં અકિદતમંદોએ ભાગ લીધો.
રાજપીપળા, આરીફ જી કુરેશી
Advertisement