સ્વામિનારાયણ ગુરુકુલ રાજપીપલા સ્કુલના વિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમની ઉઘરાવી ગરીબ બાળકોને દિવાળી કરાવવાનો નવતર પ્રયોગ કર્યો છે. જેમાં અખિલ ભારતીય સંત સમિતિ, ટાઈગર ગ્રુપ ઓફ નર્મદા અને ગેલેક્ષી ગ્રુપ ઓફ સાયન્સના ઉપક્રમે નર્મદાના ઊંડાણના અંતરિયાળ વિસ્તાર બારખડી, કમોદિયા ગામે જઈને ગરીબ બાળકોને કપડા, ફરસાણ, બિસ્કીટ ફટાકડા વગેરેનું વિતરણ કરાવી બાળકોને દિવાળી કરાવી હતી.
સિદ્ધેશ્વર સ્વામીજીએ જણાવ્યું હતું કે દિવાળીના પર્વ નજીક આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના અંતરીયાળ અને ઊંડાણના ગ્રામ્ય વિસ્તારો ગામોના જઈને બાળકોને દિવાળી કરાવવાનું કાર્ય અમારી ટીમે કર્યું છે. આ અંગે સિદ્ધેશ્વર સ્વામી એ જણાવ્યું હતું કે સમાજના શ્રેષ્ઠથી આગેવાનોને કેવું છે કે આપણે બધા તો દિવાળી ઉજવીએ છીએ પણ જે લોકો દિવાળી નથી ઉજવી શકતા તેવા લોકો દિવાળી ઉજવી શકે તે માટે આપણે પહેલા એમની દિવાળી કરાવીએ પછી આપણે દિવાળી કરીએ તો એ સાચી દિવાળી કહેવાશે. બીજા લોકો પણ પ્રેરણા મેળવે એવો અનુરોધ કર્યો હતો.
દીપક જગતાપ, રાજપીપલા