પ્રયાસ સંસ્થા ભરૂચ, SBI ફાઉન્ડેશન દ્રારા ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું. બંદિવાન જેલમાં જ રહીને પોતાના અંગત ડોક્યુમેન્ટ જેવા જન્મ-મરણના આધાર, સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ, આધારકાર્ડ, રેશનકાર્ડ, પાનકાર્ડ, ચુટંણીકાર્ડ કેવી રીતે કઢાવવા તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે બંદિવાનોને વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી.
આ સંસ્થા દ્રારા રાજપીપળા જીલ્લા જેલના બંદિવાનો માનસિક તણાવોથી મુક્ત રહે તે માટેમા ઇન્ડોર ગેમ રમાડવામાં આવેલ હતી. તેમજ તમામ બંદિવાનોને આગામી આવનાર દિવાળી તથા નુતન વર્ષના પર્વ અંગે રંગોળી તથા ચિત્રકલાનું આયોજન કરવામાં આવેલ હતું. સંસ્થા દ્રારા રાજપીપળા જીલ્લા જેલના તમામ અધિકારી/કર્મચારીઓ તથા બંદિવાનોને આગામી આવનાર પર્વ દિવાળી અંગે શુભકામનાઓ પાઠવેલ હતી. આ શુભ પ્રસંગે રાજપીપળા જીલ્લા જેલના અધિક્ષક મકવાણા તથા કર્મચારી તથા બંદિવાનો હાજર રહ્યા હતાં.
દીપક જગતાપ, રાજપીપળા
રાજપીપળા જીલ્લા જેલ ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ સીટીઝન ડોક્યુમેન્ટસ માટેની શિબિર યોજાઈ.
Advertisement