Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું SOU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત.

Share

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે તેમના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના પ્રવાસના ભાગરૂપે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) વગેરે મહાનુભાવો પણ આ પ્રવાસમાં જોડાયા હતા.

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી વગેરેએ ઉપરાષ્ટ્રપતિનુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ અને આરોગ્ય વનની મુલાકાત માટે જવા રવાના થયાં હતાં.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે આવેલી સાર્વજનિક કોમર્સ કોલેજમાં દિવાકર શુક્લનો હાસ્ય કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો.

ProudOfGujarat

વ્યારાની પ્રાથમીક શાળા સિંગિ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!