ભરુચ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેશભાઇ સુથારવાલાની ઉપસ્થિતિમાં સરકારી પોલીટેકનીક – રાજપીપળા, ભરુચ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રીસર્ચ એન્ડ ઈનોવેશન ફેસ્ટીવલ અંતગર્ત “સ્ટુડન્ટ સેન્સીટાઈઝેશન ઇવેન્ટ SSIP 2.0” કાર્યક્રમ યોજાયો હતો.
આત્મનિર્ભર ભારત બનાવવામાં યુવાનોની ભૂમિકા ઉપર ભાર મુકતા નરેશભાઇ સુથારવાલા એ જણાવ્યુ કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પ્રોજેકટ થકી રાજ્યના યુવાનોમાં ધંધો રોજગાર નિર્માણ કરવાનું કૌશલ્ય વિકાસ પામ્યું છે. ઉપરાંત તેઓએ સૌ વિધ્યાર્થીઓને પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી અભ્યાસ કરવા માટે અપીલ કરી હતી.
કાર્યક્રમના તજજ્ઞ સરકારી એન્જિનીયરીંગ કોલેજ ભરુચના ઇલેક્ટ્રીકલ વિભાગના પ્રોફેસર વિશાલ વાય. દોશી એ SSIP 2.0 યોજના વિશે વિસ્તૃત ચર્ચા કરતાં સ્ટાર્ટઅપ 2.0 પ્રોજેકટમાં આઇડીયા જનરેટથી પ્રોડક્ટ નિર્માણ સુધીની પ્રક્રિયા સરળ શબ્દોમાં સમજાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્યામ પટેલ (CEO OF HARSHSHYAM TECHNO) એ એન્ટ્રેપ્રેન્યોરશીપ તથા સ્ટાર્ટઅપ અંગે વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજપીપળા પોલીટેક્નીકના આચાર્ય કું. એફ.વાય. મુન્શી એ સ્ટાર્ટઅપ યોજનાનો ટૂંકો પરિચય આપી સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરાવેલ. આ પ્રસંગે પોલીટેકનીક સંસ્થાના અધિકારી, કર્મચારી તથા તમામ વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.