રાજપીપળાથી વડોદરા તરફ જતો શોર્ટકટ માર્ગ પોઈચા બ્રિજ તરફ જતો હોય ત્યાં ગત રાત્રે લૂંટની ઘટના બનતા વાહન ચાલકોએ હવે સચેત રહેવું જરૂરી જણાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદથી પેપરના મશીન ભરી છત્તીસગઢ જતો ટ્રક ચાલક દલબીરસિંહ જશવંતસિંહ પનેસર (ઉ.વ.૬૧),ધંધો.ડ્રાઈવીંગ રહેવાસી અમદાવાદ સમ્રાટ નગર ઇસનપુર તા.જી.અમદાવાદ મુળ રહે.અમૃતસર ગગડબાના (પંજાબ) ગત રાત્રે અમદાવાદથી નીકળી પોઈચા ચોકડીથી એકાદ કી.મી. દૂર પહોંચતાજ તેની પાસેની ટ્રક નં.GJ 01 DZ 8593 માં પંક્ચર પડતા ટ્રક સાઇડમા ઉભી રાખી નીચે ઉતરી મોબાઇલની લાઇટ વડે ટાયરની તપાસ કરતો હતો તે વખતે ચાર યુવાનો જે આશરે ૧૯ થી ૨૧ વર્ષના હોય શર્ટ તેમજ પેન્ટ પહેરેલ હતા. જેમાથી બે એ ટ્રક ચાલકને પકડી લઇ અન્ય બે યુવાનોએ “પૈસા દો નહી તો માર ખાના પડેગા” તેમ જણાવતા ચાલકે ડરના માર્યા પોતાની પાસેનો મોબાઈલ કિ.રૂ.૨૫૦૦/- તથા ઝભ્ભાના ખિસ્સા માં મુકેલ રોકડા રૂપિયા ૭૬૦૦/- તેમજ ઈન્ડીયન ઓઇલ કંપનીનુ ડેબીટકાર્ડ મળી કૂલ રૂપિયા ૧૦,૧૦૦/- નો રોકડ સહિતનો સમાન આપતા ચારેય લૂંટારા ત્યાંથી મુદ્દામાલ લઈ નાસી છૂટયા હતા. આ બાબતે ટ્રક ચાલક દલબીર સિંહે આ ચાર અજાણ્યા લૂંટારુઓ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી