Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : નર્મદા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

Share

નર્મદા જિલ્લા વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા તેમની લાંબા સમયની માંગણીઓ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દિવ્યાંગ બાળકોને શિક્ષણ અપાતાં 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણુંક કરવાની બાબતમાં છેલ્લા 7 વર્ષથી આ બાબતે ગુજરાત સરકારના રાજ્યપાલ, મુખ્ય મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ લાગુ પડતાં તમામ વિભાગોમાં વિશિષ્ટ શિક્ષક સંધ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં, આજ દિન સુધી હકારાત્મક અભિગમ સાથે જવાબ મળ્યો નથી.

આવેદનમાં જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદી દ્વારા અપંગ, બહેરામૂંગા જેવા ખોડ-ખાપણવાળા લોકો માટે RPWD 2016 જેવો કાયદો લાવ્યાં, જેના થકી આવા લોકોને દિવ્યાંગ તરીકે ગૌરવ મળ્યું. દિવ્યાંગો પ્રત્યે ખુબ જ લાગણીશીલ અને દિવ્યાંગો માટે હર હંમેશ ચિંતા કરતાં, દિવ્યાંગો સમાજમાં માનભેર જીવી શકે તે માટે કાર્યરત રહેતાં વડાપ્રધાન મોદી દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડીજીટલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત, ખેલ મહાકુંભ, સ્પેશિયલ ઓલમ્પિક જેવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યાં છે, જેમાં ગુજરાત સરકાર હર હંમેશ અગ્રેસર રહી છે.

Advertisement

1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણુંક કરવા રજૂઆત દિવ્યાંગ બાળકોને શિક્ષણ અપાતા 1024 સ્પેશિયલ એજ્યુકેટરની કાયમી ધોરણે નિમણુંક કરવાની બાબતમાં છેલ્લા 7 વર્ષથી આ બાબતે ગુજરાત સરકારના રાજ્યપાલ, મુખ્ય મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ લાગુ પડતાં તમામ વિભાગોમાં વિશિષ્ટ શિક્ષક સંધ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં, આજ દિન સુધી હકારાત્મક અભિગમ સાથે જવાબ મળ્યો નથી અને કોઈપણ પ્રકારનું પરિણામ પણ મળ્યું નથી.

વધુમાં જણાવવાનું કે, હાલ ગુજરાત સરકાર દ્વારા તમામ યુનિયનોનું અને હાલ ગુજરાતના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે એક પંચની રચના કરવામાં આવી છે. ઘણાં બધા યુનિયનોની માંગણી સરકાર દ્વારા સ્વીકારવામાં પણ આવી છે. તો સ્પેશિયલ એજ્યુકેટરના છેલ્લા 7 વર્ષથી ચાલતાં પડતર પ્રશ્નોના નિરાકરણ માટે વિશિષ્ટ શિક્ષક સંઘને 5 દિવસમાં બોલાવી 1024 સ્પેશિયલ એજ્યુકેટર અને આઈઈડી.કો.ઓને કાયમી ધોરણે સરકારી પ્રાથમિક શાળામાં સમાવી પગાર ભથ્થાં સહિતના તમામ લાભો આપવાની મુખ્ય માગણીઓ સ્વીકારવા માટે સરકારને ભલામણ કરવા માટે નમ્ર વિનંતી છે.

જો અમારી માંગણીઓ સ્વીકારવામાં નહિં આવે તો વિશિષ્ટ શિક્ષક સંઘ દ્વારા આગામી તા. 06/10/2022 થી અચોક્કસ મુદ્દત સુધી ગાંધીચિંધ્યા માર્ગે દિવ્યાંગ શિક્ષણ અધિકાર યાત્રા, સભાઓ CL, પ્રતિક ઉપવાસ, ધરણાં જેવા જલદ અંદોલનના કાર્યક્રમો કરવામાં આવશે.

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવી મહિલાઓને સાડી વિતરણ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં મોટર સાયકલ ઉઠાંતરી કરતી ગેંગ સક્રિય થઇ જાણો ક્યા અને કેવી રીતે ???

ProudOfGujarat

ગુરુ પુર્ણિમા વિશેષ : ગુરૂ ગોવિન્દ દોનો ખડે કિસકો લાગુ પાયં. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!