Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા : ગરુડેશ્વર ખાતે વરસાદી માહોલમાં વિયર ડેમ ઓવરફ્લો થયો.

Share

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે અને નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ગરુડેશ્વર ખાતે નર્મદા નદી પરનો વિયરડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે.

વિયર ડેમ ઓવરફ્લો થવાથી તેનો કુદરતી સૌંદર્યનો અદભુત નજારો જોવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. વિયર ડેમ ઓવરફ્લો થઈ રહ્યો હોવાથી તેનું પાણી નર્મદા નદીમાં પણ જઈ રહ્યું છે. જેના કારણે નર્મદા નદીમાં પણ પાણીનો પ્રવાહ વધુ દેખાઈ રહ્યો છે. જોકે આ વખતે વીયર ડેમ ઓવરફ્લો થવાને કારણે આજુબાજુના કિનારાના ગામોને કોઈ નુકસાનીના અહેવાલ નથી. વિયર ડેમ ઓવરફ્લો થવાથી તમે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રવાસીઓ આ અદભુત નજારો જોઈને દંગ રહી જાય છે.

દીપક જગતાપ રાજપીપળા

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકામાં ગરીબ-મધ્યમ અને મજુર વગૅને મોટાપાયે અનાજ કિટનું વિતરણ કર્યું .

ProudOfGujarat

માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલનાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાંકલ વનવિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઊજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

માંગરોળ : મોસાલી ચાર રસ્તા નજીક અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનું બે દિવસની સારવાર બાદ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!