Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિલ્હીથી ગુમ થઈને ગુજરાત પહોંચેલા બાળકોનું રેલવે પોલીસે કરાવ્યું માતાપિતા સાથે મિલન.

Share

કેવડિયા એકતાનગર ખાતે દિલ્હીથી આવેલી ટ્રેનમાં રાત્રે એક ૧૨ વર્ષનો અને એક ૧૦ વર્ષનો બે બાળકો મળી આવ્યા હતા. રેલવે પોલીસે તપાસ કરતા દિલ્લી નોએડાથી ટ્રેનમાં બેસી એકતા નગર રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જે બંને બાળકોની પુછપરછ કરતા રેલવે પોલીસને યોગ્ય જવાબ મળ્યો ના હતો. જેથી રેલવે પોલીસે બાલસુરક્ષા વિભાગમાં વાત કરી આ બાળકોને રાજપીપળામાં આવેલ ચિલ્ડ્રન હોમફોર બોયઝ ખાતે મોકલ્યા હતા. ચિલ્ડ્રન હોમના સુપ્રિટેન્ડેન્ટ અને સ્ટાફ દ્વારા કાઉન્સેલિંગ કરતા માત્ર ૨ કલાકમાં જ ૧૦ વર્ષના નાના બાળકે જણાવ્યું હતું કે મારી માં અમને ભીખ માંગવા મોકલે છે જેથી અમે ઘરેથી ભાગીને આવ્યા છીએ. જોકે બંને કાકા-કાકાના દીકરા છે, એટલે મોટા ૧૨ વર્ષના બાળકના પિતાનો મોબાઈલ નંબર તેને ખબર હતી અને તેને આ નંબર આપતા તેના પિતાનો ભેટો થયો હતો. ચિલ્ડ્રન હોમ રાજપીપળા દ્વારા નોએડા પોલીસને પણ જાણ કરાઈ હતી. હવે નોએડા પોલીસ અને નોએડા બાળ વિકાસ અધિકારી પણ આ બાળકોનું ધ્યાન રાખશે. ચાર દિવસ બાદ આજે બે ગુમ થયેલ બાળકોને તેના વાલી વારસો મળતા બાળકના વાલીએ ગુજરાત રાજ્યના તંત્રનો આભાર માન્યો હતો કે તેમના બાળકો સહી સલામત મળી ગયા છે.

નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે હવે જિલ્લો વિશ્વ ફલક પર છે અને હવે રેલવે સ્ટેશન પણ કાર્યરત થવાથી ગુજરાત સહિત દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવે છે. ત્યારે અહીં અજાણ્યા બાળકો આવવાની શક્યતાને પગલે ગત માસે જિલ્લા બાલ સુરક્ષા સમિતિની બેઠક થઈ હતી.
જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લાપંચાયત પ્રમુખે શક્યતા વ્યક્ત કરી હતી કે જિલ્લામાં બહારના રાજ્યના બાળકો પણ ભૂલથી અથવા ભાગીને અહીં આવે છે. તો તેમનું કાઉન્સેલિંગ કરી માતાપિતા સાથે ભેટો કેવી રીતે કરાવવો તેની ઊંડાઈ ચર્ચા કરી હતી. ત્યારે આવો જ એક કિસ્સો કેવડિયામાં બન્યો હતો. ગત ગુરુવારે રાત્રે એક ૧૨ વર્ષનો અને એક ૧૦ વર્ષનો એમ બે બાળકો દિલ્હીના નોઈડાથી ટ્રેનમાં બેસી એકતા નગર રેલવે સ્ટેશને ઉતર્યા હતા. જેને રેલવે પોલીસે પકડી પૂછપરછ કરતા રેલવે પોલીસને યોગ્ય જવાબ મળ્યો ના હતો.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભાડેથી કાર લઈ જઈ બારોબાર વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ, 13 કાર સાથે બે આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

મોટર વ્હીકલ એક્ટ હેઠળ ખોટા વળતરના દાવાઓના જોખમને રોકવા માટે વીમા કંપનીઓએ વધુ સાવચેત રહેવાની જરૂર.

ProudOfGujarat

પંચમહાલ : મુસ્લિમ સમાજની યુવતીએ એમ.બી.બી.એસ. ની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ સાથે ગોધરાનુ નામ રોશન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!