Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા એસ.ટી. બસ ડેપોમાંથી હીરાની ચોરી કરેલ આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. નર્મદા પોલીસ.

Share

રાજપીપલા એસ.ટી. બસ ડેપોમાંથી ૧૬.૬૧ લાખના હીરાની ચોરી થતાં નર્મદા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત અનુસાર તા.૦૧/૧૦/૨૦૨૨ ના રોજ રાજપીપલા બસ સ્ટેન્ડ ખાતે છોટાઉદેપુર-સુરત બસના ડ્રાઇવર ઇમ્તીયાઝ અહેમદ મકરાણી (રહે. છોટાઉદેપુર મકરાણી મહોલ્લાતા.જી.છોટાઉદેપુર) એ ડ્રાઇવર શીટ નીચે મુકેલ ૧૬.૬૧ લાખના હીરા ભરેલા પાર્સલ મુકેલ હતા જેમાં સાહેદો (૧) સમસુદ્દીન ખોખર આપેલ હીરાનું પાર્સલ નંગ-૧ જેમાં હીરા નંગ-૫૯૦૦/- જેની કિ.રૂ.૬,૫૦૦૦૦/- (૨) પ્રકાશભાઈ પુજાભાઈ વણકરના હીરાનું પાર્સલ નંગ-૧ જેમા કુલ હીરા નંગ-૫૪૪ જેની કિ.રૂ.૧,૧૦,૦૦૦/- (૩) મનિષભાઈ રાઠવા જેઓએ આપેલ હીરાનુ પાર્સલ નંગ-૧ જેમાં હીરા નંગ-૧૧૭૩ જેની કિ.રૂ.૪,૫૧,૦૦૦/- (૪) હરેશભાઈ રાઠવા જેના હીરાનું પાર્સલ નંગ-૧ જેમા કુલ હીરા નંગ-૧૧૫૦ જેની કિ.રૂ.૪,૫૦,૦૦૦/- હોવાનુ જે ૪ (ચાર) હીરાના પાર્સલની કુલ્લે કિ.રૂ.૧૬,૬૧૦૦૦/- (અંકે રૂપિયા સોળ લાખ એકસઠ હજાર પુરા) ગણી શકાય જે ચારેય પાર્સલો સુરતથી આંગડીયાનો કર્મચારી છોટાઉદેપુર આવીને પરત સુરત જતા મોડું થાય તેમ હોય જલ્દી પાર્સલો સુરત ખાતે મોકલવાના હોવાથી ફરીયાદીને આપતા ફરીયાદી માનવીય અભિગમ રાખી મદદરૂપ થવા માટે હીરાના ૪ (ચાર) પાર્સલ પોતાની બેગમા સુરક્ષિત રીતે મુકી બસમાં ડ્રાઇવર શીટની નીચે મુકેલ અને રાજપીપલા એસ.ટી.ડેપો પર બસ થોભાવી ફરીયાદી બસમાથી પેશાબ પાણી તેમજ નાસ્તા માટે નીચે ઉતરતા તેમજ સાહેદ બસ કંડક્ટર પણ નીચે ઉતરેલ તે દરમ્યાન સફેદ કલરમાં ઉભી લાયનીંગવાળો શર્ટ પહેરેલ લાંબો સરખો અને મોઢા ઉપર રૂમાલ બાંધીને આવેલ ઇસમ જેના પુરા નામઠામની ખબર નથી જે બસના ડ્રાઇવર સાઇડના દરવાજાએ ચઢી ઉપરોક્ત ભરેલ હીરાના પાર્સલ ભરેલ બેંગની ચોરી કરી ગઠિયો ફરાર થઈ ગયો હતો.

જોકે નર્મદા એલ.સી.બી પોલીસે ચોરી ડીટેક્ટ કરી આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કરેલ. પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદાએ
જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી
કામગીરી કરવાના સુચના પગલે બી.જી.વસાવા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં બનતા મિલ્કત સબબ ગુનાઓ ડીટેક્ટ કરવાની કામગીરી સૂચના આપતાં કામગીરી હાથ ધરાઈ હતી.

Advertisement

આ અંગે ચોરીની ફરિયાદ નોંધાતા ગુનાની તપાસ દરમ્યાન રાજપીપલા એસ.ટી.ડેપોના સીસીટીવી ફુટેજ ચેક કરતાં એક સફેદ શર્ટમાં કાળી લાઇનીંગવાળો ઇસમ ચોરી કરતો જણાઇ આવેલ. દરમ્યાન બી.જી. વસાવા, પો.સ.ઇ. એલ.સી.બી. તથા સ્ટાફ સાથે વાહન
ચેકીંગમાં ભાણદ્રા ચોકડી ખાતે હતા. એ દરમ્યાન બે ઇસમો મોટર સાયકલ લઇને આવતા હોય જે શંકાસ્પદ લાગતા તેમની મોટર સાયકલ નંબર જોતા રજી નં.જી.જે.૩૪-ઇ-૫૧૭૯ ની હોય તેમનું નામઠામ પુછતાં પ્રવિણભાઇ શંકરભાઇ રાઠવા(ઉ.વ.૨૯ રહે. ચંદનપુરા ગઢ બોરીયાદ તા.નસવાડી જી.છોટાઉદેપુર )તથા બીજા ઇસમનું નામ અનેશભાઇ જગનભાઇ રાઠવા( ઉ.વ. ૨૩ રહે. નાખલ તા.કવાટ જી.છોટાઉદેપુર)ન જણાઇ આવેલ. આ ઇસમોની ઝડતી તપાસ કરતાં તેમની પાસેથી હીરાના પાર્સલવાળી બેગ મળતા તેમની વિશેષ પુછપરછ કરતાં તેઓએ આ બસના ડ્રાઇવરની રેકી કરેલ અને તે જાણતો હતો જેથી તેના મિત્ર સાથે મળી તેણે આ હીરા ભરેલ પાર્સલવાળી બેગ રાજપીપલા એસ.ટી.ડેપો.માંથી ચોરી કરેલ હોવાનું કબુલ કરેલ. અને આ હીરા તેઓ સુરત ખાતે વેચવા માટે જવાનુ કબુલ કરતા હીરાના પાર્સલ નંગ-૪કિ.રૂ.૧૬,૬૧,૦૦૦/-ના તથા ગુનાના કામે વપરાયેલ મો.સા.નંગ-૧ કિ.રૂ. ૫૦,૦૦૦/-
તથા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧૭,૧૬,૦૦૦/- મુદ્દામાલ રીકવર કરેલ છે તથા આરોપીઓને અટ્ક કરી રાજપીપલા પોલીસને સોંપવામાં આવેલ છે.

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

બુટલેગરો બન્યા વ્યાજખોરો – ભરૂચનાં મોટાભાગનાં લારી ધારકો ચક્રવ્યુમાં ફસાયા..?

ProudOfGujarat

વાલીયા ખાતે મોંઘવારી ના રાવણનુ દહન કરાયું…

ProudOfGujarat

રાજસ્થાનના પરિવાર યાત્રાધામ પાવાગઢ ખાતે દર્શન કરી પરત ફરતી વખતે જીપ પલ્ટી ખાતા 12 મુસાફરો ઈજાગ્રસ્ત થયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!