ચાલુ વર્ષે નાંદોદ તાલુકાના પ્રતાપપુરા ગામના રાજેશભાઈ વસાવા કે જેઓ ગૌ પશુપાલક છે અને તેમને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ ગૌ પશુપાલકનો એવોર્ડ મળી ચૂક્યો છે. એવા રાજેશભાઈ વસાવા તાજેતરમાં ગાયના છાણ અને માટીમાંથી ઇકો ફ્રેન્ડલી દીવડાઓ બનાવવાનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. જેને લોકો તરફથી ખૂબ સારો આવકાર મળી રહ્યો છે અને લોકો પાસે હશે ખરીદી પણ રહ્યા છે.
ચાલુ વર્ષે આ ગૌશાળામાં કંપનીઓ માટે વિવિધ પંચગવ્ય ઉત્પાદનોના ગિફ્ટ પેકિંગ કરવાની પણ યોજના બનાવેલી છે, અને સુરત સ્થિત ઘણી કંપનીઓના ઓર્ડર રાજેશભાઈને મળી પણ ચૂક્યા છે. અન્ય ગૌશાળાઓ પણ આ રીતે કંપનીઓના કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપવા માટે એક નાની એવી કીટ બનાવી આપે છે.
રાજેશભાઈ જણાવે છે કે આ દિપાવલી પર ગોમય દીપકનો ઉપયોગ કરીને કામધેનુ દીપાવલી અભિયાનમા સહભાગી બનીએ. તમારી આસપાસની ગોશાળામા બનતા આવા ગોમય દીપક ખરીદવાનો આગ્રહ રાખો. કારણ આ ગોમયદીપક સ્વદેશી બનાવટના દીપક છે.તેમજ આનાથી સ્વરોજગારી પણ મળે છે અને વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાહન મુજબ સ્વાવલંબન બનવાનો અને
આત્મનિર્ભર બનવાનો મોકો પણ મળે છે. સાચા અર્થમાં અહીં ગૌ સેવા પણ થાય છે ત્યારે ગોમય બનાવેલા રાજેશભાઈના ઇકો ફ્રેન્ડલી દીવડા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ દીપક ખેતર કે વાડામાં ડાટી દેવાથી જમીનમાં ખાતર પણ બની જાય છે એનાથી લોકોને પર્યાવરણનો સારો મેસેજ પણ જતો હોવાનું રાજેશ ભાઈએ જણાવ્યું છે.
દીપક જગતાપ, રાજપીપળા