Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકે કોકીલાબેન વસાવાનું સન્માન કરાયું.

Share

સાગબારા તાલુકાના ખોપી ગામની કોકીલાબેન વસાવાને નર્મદા જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનું સન્માન મળ્યું છે. ખોપી ગામની બહેનો ધી ખોપી દૂધ ઉત્પાદક સહકારી મંડળીની રચના થકી બની આત્મનિર્ભર બની છે.

સાગબારા તાલુકાના ખોપી ગામની “આસ્થા સખી સંઘ” થકી “ધી ખોપી દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.”ની રચના કરી પશુપાલનના વ્યવસાય થકી આર્થિક રીતે પગભર બની રહેલી મહિલાઓની. વધુમાં તેમની વાત આગળ ધપાવતા કહે છે કે, આ પ્રશ્નના ઉકેલ માટે અમે તાલુકા મથકે મિશન મંગલમ યોજનાની ઓફિસની મુલાકાત કરી. મંડળના બહેનોની આજીવિકામાં સુધારો થાય અને બચત સિવાય બીજુ કંઈક આવકનું સાધન અથવા સહાય મળે કે કેમ તે દિશામાં ચર્ચા કરી. ત્યારબાદ ગામમાં અમારા જૂથને જોઈને બીજી બહેનોએ પણ સખી મંડળો બનાવવાનું શરૂ કર્યું હતું. અમારા ગામમાં હાલમાં ૧૦ થી ૧૨ જૂથો સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. આ ૧૦ જૂથોના એક ગ્રામ સંગઠનની રચના કરવામાં આવી. ગ્રામ સંગઠનને “આસ્થા સખી સંઘ-ખોપી” નામ આપવામાં આવ્યું હતું. આ ગ્રામ સંગઠનને સરકારશ્રી તરફથી સી.આઈ.એફ.ની લોન પેટે એક જૂથ દીઠ રૂા. ૫૦,૦૦૦ (પચાસ હજાર) લેખે ૧૦ જૂથોને રૂા. ૫ (પાંચ) લાખની રકમ આપવામાં આવી હતી.

પોતાની વાત કરતા કોકીલાબેને જણાવ્યું કે, વર્ષ-૨૦૨૦ સુધીમાં મારી પાસે કુલ ૧૦-ગાય અને ૫-ભેંસ મળી કુલ ૧૫ દુધાળાં પશુઓ હતાં. જેનાથી દૈનિક દુધની આવક ૮૦ લીટર જેટલી અને માસિક દૂધની આવક ૨૪૦૦ લીટર જેટલી થાય છે. જેનાથી મહિને મને કુલ અંદાજે રૂ.૯૬,૦૦૦/- જેટલી આવક થાય છે. પશુઓના ખાણ-દાણ અને ઘાસચારાનો ખર્ચ બાદ કરતા મને મહિને કુલ રૂ.૨૪,૦૦૦/- જેટલી રકમ મળતા મારા ઘરની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થયો છે. પશુપાલનની કામગીરી તેમજ દુધની આવક જોતા ગુજરાત સરકાર દ્વારા મને જિલ્લામાં શ્રેષ્ઠ પશુપાલક તરીકેનુ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ હતું. પશુપાલન મારો ગમતો વ્યવસાય બની જતાં આજની તારીખે મારી પાસે કુલ ૧૫-ગાયો અને ૧૦-ભેંસો છે. આ પશુઓમાંથી દૈનિક દૂધની આવક અંદાજે ૧૦૦ લીટર જેટલી અને માસિક દૂધની આવક ૩૦૦૦ લીટર જેટલી થાય છે અને તેનાથી અંદાજે કુલ આવક રૂ.૧.૨૦ લાખ જેટલી થાય છે.

Advertisement

કોકીલાબેન જણાવે છે કે, હું સામાન્ય પરિવારમાંથી આવું છું. જુથમાં જોડાયા પહેલાં હું માત્ર એક ગૃહિણી તરીકેની જ ભૂમિકામાં હતી. આજે હુ મંડળના પ્રમુખ તરીકે કામગીરી કરું છુ. અમારા ગામના ગ્રામ સંગઠનમાં પણ હુ મંત્રી તરીકેની ફરજ અદા કરું છું. ધી ખોપી દુધ ઉત્પાદક સહકારી મંડળ લિ., માં પણ હુ મંત્રી તરીકે છુ. સાથે સાગબારા તાલુકા યાહામોગી ક્લ્સ્ટર ફેડરેશનમાં પણ મારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આમ ખરેખર સરકારશ્રીની મિશન મંગલમ યોજના ગામડાંની મહિલાઓ માટે અને તેમના પરિવારને આર્થિક રીતે પગભર બનાવવામાં અને સાચા અર્થમાં વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે મહત્વની ભૂમિકા અદા કરવાની સાથોસાથ ગામડાની મહિલાઓને સમૃદ્ધિના દ્વાર દેખાડી ગર્વ સાથે જીવન જીવવા માટે દિશા આપી રહી છે.

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

કૃષિ સુધારણા બિલ પસાર થતાં ખેડૂતોની ગૂંચવણનો અંત.

ProudOfGujarat

ભરૂચના ઝનોર ગામના રહેવાસીઓને પાણી મેળવવા વેઠવું પડે છે જીવનું જોખમ

ProudOfGujarat

વલસાડ : સ્કૂલની શિક્ષિકા પોઝિટિવ થતા વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!