Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા તટે સીસોદરાથી પોઇચા પટ્ટી સુધી ગેરકાયદેસર રેત ખનનને અટકાવવા ગ્રામજનોની માંગ.

Share

સીસોદરા ગામથી પોઇચા સુધી નાં નર્મદા તટ માં હાલ બેફામ ગેરકાયદેસર રીતે રેત ખનન ચાલી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા નર્મદા તટમાં જે લીઝ ધારકોને રેતખનનની પરમિશન આપી છે તેઓ ખુલ્લેઆમ બેરોકટોક પોતાનાં લીઝનાં પટ્ટામાંથી જ નહિં પરંતુ જ્યાં લીઝની પરમિશન પણ નથી તેવી જગ્યાએથી રેતખનન કરી રહ્યા છે. માં રેવા નર્મદા નદીમાં ગેરકાયદેસરના હાઈ પમ્પિંગ સિસ્ટમ લગાડી રેત ખનનને અટકાવવા ગ્રામજનોની લોકમાંગ ઉઠી છે.

ગ્રામજનો અને આગેવાનોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બેફામ ઓવરલોડ ટ્રક ચાલી રહ્યા છે.‌ ટ્રકમાં ઓવરલોડ રેત ભરવાં વજન કાંટા પર બિનકાયદેસર રેતનો સ્ટોક રાખવામાં આવે છે જ્યાં રેત ભરેલ ટ્રકની રોયલ્ટી કાઢ્યાં બાદ તેમાં વધારાની રેત નાંખવામાં આવે છે, ગ્રામ વિસ્તારનાં પ્રધાનમંત્રી સડક યોજનાવાળા રોડ પર ઓવરલોડ ૩૯ ટનથી વધુ વજનવાળી રેત ભરેલ ટ્રક અવરજવર કરતાં તમામ રોડ તુટી ગયાં છે જેથી ૨૦-૨૫ ગામોનાં જનજીવન પર વિપરીત અસર પડી રહી છે. લોકો માનસિક તણાવમાં છે. રોયલ્ટી ધારકો અને ટ્રકો માલિકોની મિલીભગતથી સાંજે ૬ વાગ્યા પછી પણ રેત ખનન બેરોકટોક ચાલે છે. ૬ વાગ્યા પછી ગેરકાનૂની રેતની હેરાફેરી માટે વજન કાંટા પરથી ટ્રક વગર એડવાન્સમાં પહેલાથી રોયલ્ટી કાઢી રાખવામાં આવે છે જેવી સિસોદરા ગામજનોની ફરીયાદ છે. ઓવરલોડ રેત ભરેલ ટ્રકને લીધે સિસોદરા વિસ્તારને જોડતાં તમામ રોડ અતિશય બિસ્માર હાલતમાં છે. સિંગલ રોડ પર બેફામ ઓવરલોડ ટ્રકો ચાલતી હોય લોકો માટે, ખેડૂતો માટે, રાહદારીઓ માટે, વિધાર્થીઓ માટે તમામ રોડ જોખમી બન્યાં છે. આ વિસ્તારમાં કેળાં- શેરડી તથા અન્ય પાકની ખેતી બેફામ ચાલતી ટ્રકથી પ્રભાવિત થઈ રહી છે. રેત ખનન માટે બેફામ ચાલતી ટ્રકથી ધુળ માટી ઉડી ખેતરોમાં પડતાં ખેડૂતો પાયમાલ બન્યાં છે, રેત ખનનથી જે ખેડૂતોને પાકનું નુકસાન થયું છે જેઓને ગુજરાત સરકાર તત્કાલ સર્વે કરાવી નુકશાનીનું વળતર ચુકવે.

નર્મદા જિલ્લા પ્રશાસન સિસોદરાથી પોઇચા સુધી ચાલતાં ગેરકાનૂની રેતખનન રોકવામાં તદ્દન નિષ્ફળ ગયાં છે. લીઝ ધારકો‌ ખુલ્લેઆમ નિયમોનું ઉલ્લંધન કરી રહ્યા છે. રાજકીય વગ ધરાવનારાં અને સરકારી બાબુઓની મિલીભગતથી રેત માફિયાઓ બેફામ બની રહ્યા છે જેનો ભોગ વિધાર્થીઓ, ખેડૂતો, રાહદારીઓ બની રહ્યા છે જેથી લોક હિતાર્થે પોઇચાથી સિસોદરા સુધીની તમામ લીઝ બંધ કરવાની માંગ કરી છે. ઉચિત કાર્યવાહી નહીં થાય તો અમોને જન આંદોલન થકી સહવિનય કાનુન ભંગ કરી ગેરકાનૂની રેતખનન રોકવાની ચીમકી પણ આપાઈ છે. ગ્રામજનો આ પ્રવૃત્તિ અટકાવવાની માંગ કરી છે. આ અંગે કલેકટર. સહીત વડાપ્રધાન મુખ્યમંત્રી, વિધાનસભા વિપક્ષનેતા, સાંસદ ગીતાબેન રાઠવા, મનસુખભાઈ વસાવા, ભરૂચ લોકસભા ધારાસભ્ય પી.ડી.વસાવાને ઉદ્દેશીને એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના ધનોરા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનું કરાયું લોકાર્પણ…

ProudOfGujarat

દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….

ProudOfGujarat

સુરતમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ, વરસાદની આગાહી વચ્ચે 25 હજાર લોકોની ક્ષમતાવાળો AC ડોમ તૈયાર કરાયો, એમ્બ્યુલન્સની પણ સુવિધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!