Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા.

Share

ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા રૂમ નંબર ૩૩૩ મા પાંચ જેટલા ઇસમો ગે.કા.રીતે પતા-પાનાનો હારજીતનો જુગાર રમતા ઇસમોને કુલ કિ. રૂા.૪,૬૧,૦૦૦/- ના મુદ્દામાલ ગરૂડેશ્વર પોલીસ ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાની સુચનાને આધારે નર્મદા જીલ્લામાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા તેમજ ગેરકાયદેસરની પ્રોહી/જુગારની પ્રવૃત્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ તે અનુસંધાને વાણી દુધાત, નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા ડીવિઝન કેવડીયા તથા આર.એસ.ડોડીયા સર્કલ પો.ઈન્સ કેવડીયાના માર્ગદર્શન મુજબ પી.એમ.પરમાર પો.સબ.ઈન્સ ગરૂડેશ્વર પોલીસ તથા પોલીસ સ્ટાફના માણસોએ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમા બાય પાસ રોડ ઉપર આવેલ યુનિટી ગ્રીન રૂમ્સ હોટલના રૂમ નંબર ૩૩૩ મા પાંચ જેટલા ઇસમો ગે.કા.રીતે પતા-પાનાનો હાર-જીતનો જુગાર રમતા પકડાયેલ ઇસમોની અંગ ઝડતીમાથી રોકડા રૂપિયા ૧,૯૨,૦૦૦-મળી આવેલ તથા દાવ પરના રોકડ રૂપીયા.૫૦૦૦/-તથા નાલ ઉપરના ૫૦૦૦/-મળી કુલ રૂ.૨,૦૨,૦૦૦/- તથા તથા અલગ અલગ કંપનીના મોબાઇલ નંગ-૫ જેની કિ.રૂ.૧૪૦૦૦- મળેલ તથા આરોપીઓના જુદા જુદા વાહનો મળી આવેલ જેની કુલ કિ.રૂ.૨,૪૫,૦૦૦/- તથા જુગાર સાહિત્ય મળી કુલ કિ.રૂા.૪,૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે આરોપીઓ (૧) ભીખાભાઇ કરશનભાઇ તડવી રહે-કોઠી ગેલીનાર ફળીયુ તા-ગરૂડેશ્વર (૨) નરેશભાઇ ભગાભાઇ ડામોર (SRP-ગૃપ-૧૮) રહે.કેવડીયા, રાજીવ વન SRP ક્વાટર્સ બ્લોક શેખ ઉ.વ.૪૦ રહે.ફેરકુવા નિશાળ ફળીયુ, તા.તિલકવાડા જી.નર્મદા, (૪) વિક્રમભાઇ કાશીરામભાઇ તડવી રહે.ગાડકોઇ નવી વસાહત તા.ગરૂડેશ્વર જી.નર્મદા, (૫) ઉસ્મનગની ફતેમહમદ મકરાણી રહે.જેતપુત વઘરાલી
ટેકરા ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા તથા હોટલ મેનેજર (૬) વિરેશકુમાર હસમુખભાઇ પટેલ મુળ રહે રામપુરા મંદિર ફળીયુ તા-ગોધરા જી-પંચમહાલ હાલ રહે-ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ તા-ગરૂડેશ્વર ને પકડી/ડીઈટેન કરી ગરૂડેશ્વર પોલીસે આરોપીઓની વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

ભરૂચ : નાણાંકીય છેતરપિંડીનાં બનાવમાં ભોગ બનનારનાં રૂ.39,999 પરત મેળવી આપતી સાયબર ક્રાઇમ સેલ.

ProudOfGujarat

કરજણ APMC ખાતે વડોદરા જિલ્લાના ભાજપ મહિલા મોરચા દ્વારા બહેનોને અટલ એવોર્ડથી સન્માનિત કરાયા.

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થવાથી દોડધામ, ફાયર વિભાગ ઘટના સ્થળે ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!