રાજપીપળા જીલ્લા જેલના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના તમામ કર્મચારીઓએ પોતાની માંગો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ગુજરાત રાજ્યના પોલીસ સંવર્ગનાકર્મચારીઓ માટે ‘ફિક્સ રકમ‘ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજમાં ગુજરાત રાજ્યના જેલ વિભાગના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગનાકર્મચારીઓને સમાવેશ કરવા બાબતે રાજપીપળા જેલ વિભાગના કર્મચારીઓએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવેલ વિગત અનુસાર જેલ વિભાગના કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંઘર્ષમાં રહેતા હોય છે. તેમની નોકરી પણ અતી કઠીન હોય અને પોલીસ વિભાગમાં કર્મચારીઓની જેમ જ જેલવિભાગના કર્મચારીઓ પણ ૨૪ કલાક ફરજમાં બંધાયેલ હોય તથા આવશ્યક સેવાઓમાં આવતા હોય અને તેમની દર ત્રણ વર્ષે જીલ્લા ફેર બદલી થતી હોય છે. આવી પરીસ્થિમાં જેલ કર્મચારીઓનું મનોબળ જળવાઇ રહે તથા નિરાષા ઉત્પન્ન ન થાય અને કર્મચારીઓનો ઉત્સાહ અને નૈતીકતા જળવાળ રહે તે હેતુસર ખાસ ભથ્થા, ફિક્સ પગારના કર્મચારીઓનો રજા પગાર તથા વોશીંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે અને ફરી વિસંગતતા ઉભી ન થાયતે માટે સરકારમાં રજુઆત કરવા આજ દિન સુધી કોઇ પણ પ્રકારનો નિર્ણય આવેલ ન હોય જે માંગ સંતોષવા જણાવ્યું છે એમની મુખ્ય માંગ અનુસાર (૧) હાલ ગુજરાત સરકાર દ્વારા “ ફીક્સ રકમ“ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે. તેમજ ફિક્સ પેના કર્મચારીઓના રજા પગારમાં રૂ.૧૫૦/- ની જગ્યા પર રૂ. ૬૬૫/- કરવામાં આવેલ છે. પોલીસ સમક્ષ જેલ વિભાગના કર્મચારીઓને ફીક્સ રકમ“ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ તાત્કાલીક અસરથી એરીયસ સાથે ચુકવવું (ર) જેલ કર્મચારીઓની બદલીનો સમયગાળો ત્રણ (૩) વર્ષથી વધારી પાંચ (૫) વર્ષ કરવામાં આવે (૩) જેલ કર્મચારીઓની બદલી ઝોન વાઇઝ કરવામાં આવે જેથી કરીને જેલ કર્મચારીના સંતાનોના શિક્ષણ પર અસર ન થાય તથા કર્મચારીઓની થતી બદલીના કારણે સામાજીક કાર્યમાં હાજર રહી શકાતુ નથી. જેથી સમાજીથી અલીપ્ત રહે છે. જેલ વિભાગના કર્મચારીઓ વારંવાર થતી બદલીના કારણે જેલ વિભાગ છોડી અન્ય વિભાગમાં જતા રહે છે (૪) જેલમાં કર્મચારીઓને થતી શિક્ષામાં સુધારો કરી ઇજાફા રોકવા તેમજ અજમાયશી સમયગાળો વધારવાની શિક્ષાની બદલે પોલીસની જેલ રોકડ દંડ અથવા નાની શિક્ષા કરવામાં આવે જેથી નાના કર્મચારીઓને ભવિષ્યમાં આર્થીક તથા બઢતીમાં નુકશાન ન થાય (૫) તાલુકા સબ જેલ (તાલુકા લોક અપ) જેલ વિભાગ હસ્તક સોપણી કરવી (૬) પોલીસને વર્ષ દરમિયાન મળતા આર્ટીકલો તેમજ યુનિફોર્મ જેલ કર્મચારીઓને પણ ફાળવવામાં આવે
તેમજ પોલીસ સમકક્ષ આર્ટીકલમાં સુધારો કરવામાં આવે (૭) સમાન પધ્ધતીથી થતી ભરતી બાબતે વિસંગતતા દુર કરી પોલીસ સમકક્ષ પોસ્ટ કરી પોલીસને મળતા તમામ લાભો અપાવવા યોગ્ય રજુઆત કરવી. ઉપરોક્ત જણાવેલ તમામ મુદ્દા બાબતે યોગ્ય રજુઆતો કરી ત્વરીત ન્યાય અપાવવા વિનંતી અન્યથાતમામ જેલ કર્મચારીઓને તા.૨૮/૦૯/૨૦૨૨ ના રોજ માસ સી.એલ રાખવાના હોય આપની કક્ષાએ તેમજ અમારી રજુઆતનું નિરાકરણ ન આવે ત્યા સુધી સમગ્ર જેલ કર્મચારીઓ રજા પર રહેશે.
આ અંગે કર્મચારીઓ હડતાળ પર જશે તો જેલની જે કામગીરીઓ છે તે ખોરંભે પડી જશે ખાસ કરીને જેલની શિસ્ત અને અનુશાસન તથા વહીવટની કામગીરી પર અસર પડશે એટલું જ નહીં કેદીઓને હોસ્પિટલમાં મોકલવાનું હોય કે કોર્ટની મુદત હોય તો કોર્ટમાં હાજર કરવા જેવી કામગીરી પણ ખોરંભે પડી જશે.
દીપક જગતાપ, રાજપીપળા