Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જીલ્લા જેલમાં વાજતે ગાજતે માતાજીની સ્થાપના કરાઇ.

Share

આજથી માં શક્તિની આરાધનાનું નવરાત્રિ પર્વ શરૂ થયું છે. જેમાં રાજપીપળા જીલ્લા જેલ ખાતે નવલખી નવરાત્રીના શુભારંભે રાજપીપળા જીલ્લા જેલના તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા બંદિવાનો દ્રારા અંબે માતાજીનું પુષ્પગુચ્છ તથા ઢોલ-નગારા સાથે રાજપીપળા જીલ્લા જેલ ખાતે આગમન કરવામાં આવ્યુ હતું.

તેમજ રાજપીપળા જીલ્લા જેલ ખાતે અંબે માતાજીની મુર્તિનું સ્થાપન કરવામાં આવ્યુ હતું અને અંબે માતાજીની ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક આરતી કરવામાં આવી હતી. જેમાં જેલ અધિક્ષક મકવાણા તથા અન્ય કર્મચારીઓ અને બંદીવાનો ભેગા મળીને માતાજીની આરાધના કરી બંદીવાનો ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહે અને સારા નાગરિક બને એવી પ્રાર્થના કરી હતી.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પહેલા ગુમ થયેલ વૃદ્ધનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

आमिर खान ने लॉन्च की मंजीत हिरानी की किताब ‘हाऊ टू बी ह्यूमन’!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!