Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાનાં હરસિદ્ધિ માતાના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો તલવાર મહાઆરતી કરશે.

Share

રાજવી પરિવારની કુળદેવી માં હરસિધ્ધિના મંદિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતે એટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા રાજપુત યુવાનો દ્વારા હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતી કરાશે. જેની પ્રેક્ટિસ સાથેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. દર વર્ષે છેલ્લા આઠ વર્ષથી સમસ્ત રાજપૂત સમાજ ગુજરાત દ્વારા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે નવમી મહાઆરતી થશે. નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત, લુણાવાડા, ભરૂચ, વાલિયા, છોટાઉદેપુર, કરજણ, ૨૨૫ રાજપૂત પાદરાના તલવારબાજીના યુવાનો દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની અર્ચના કરશે.

દર વર્ષે જુદા જુદા થીમ પર મહાઆરતી થાય છે. આ વર્ષે તલવાર મહા આરતીમાં રાજપૂત યુવાનો દ્વારા ૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ
તથા ડમરુંની આકૃતિ બનાવી તલવાર મહાઆરતી કરવામાં આવશે. પહેલીએ સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦ થી વધુરાજપુત યુવાનો સાંજે ૪:કલાકે રાજવંત પેલેસથી શોભાયાત્રા કાઢી હરસિધ્ધિમાતાજીના મંદિરે પહોંચશે. ત્યારબાદ સાંજે ૬ કલાકે ૨૨૫ રાજપૂત યુવાનો તલવાર મહાઆરતી કરશે. તલવાર મહાઆરતીમાં મહારાણા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે. મા હરસિધ્ધિ રાજવી પરિવારની અને રાજપૂતોની કુળદેવી ગણાતી હોવાથી માતાજી પ્રત્યે અપાર શ્રધ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે ભારે ઉત્સાહ પૂર્વક આ તલવારી, આરતીનું ભવ્ય આયોજન થાય છે. જે લોક આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

દીપક જગતાપ,રાજપીપળા

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

સ્ટેપ અહેડ પોઝીટીવ મિડીયા અને અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબની રાષ્ટ્ર હિતમાં મતદાનની અપીલ.ભારતના સાંસ્કૃતિક ગૌરવની પુનઃ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્ર હિતમાં અવશ્ય મતદાન કરવું જ જોઈએ…

ProudOfGujarat

ઝાડેશ્વર ચોકડી પર જનતા મેડિકલ દ્વારા પરિક્રમા વાસીઓને વિના મૂલ્ય દવાઓ અપાય છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!