આજ રોજએક તરફ નર્મદા જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સેવા દિવસ તરીકે ઉજવી રહ્યા હતા ત્યારે બીજી તરફ ભારતીય યુથ કોંગ્રેસે રાજપીપળા બેરોજગારી દિવસની ઉજવણી કરી રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભારતીય યુથ કોંગ્રેસ તેમજ ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા બેરોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજય વસાવાની આગેવાનીમા જીલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપલા ખાતે ચા તથા પકોડા બનાવી તથા રસ્તા પર બુટ પોલીસ કરી વિરોધ પ્રદર્શન કરવામા આવ્યો જે મોદી સરકાર દ્વારા 2014 મા કેન્દ્રની ચુંટણીમાં યુવાનોને દર વર્ષે બે કરોડ નોકરી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો અને સત્તા હાંસલ કરી પણ મોદી સરકાર રોજગાર આપવામાં તદન નિષ્ફળ નીવડી છે અને રોજગાર માંગવા પર પકોડા તળી ચા બનાવો જેવા વાહિયાત જવાબ સરકાર દ્વારા અપાતા યુથ કોંગ્રેસ રસ્તા પર ઉતરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ બેરોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમા જીલ્લા પ્રમુખ અજય વસાવા તથા સેવાદળ ઉપપ્રમુખ ચંદ્રેશ પરમાર તથા યુથ કૉંગ્રેસ મહામંત્રી અમિત માલી, જયેશ વસાવા, પ્રદીપ વસાવા મેહુલ પરમાર તથા વિધાનસભા મંત્રી સુરજ વસાવા તથા યુથ કોંગ્રેસના કાર્યકર્તા હાજર રહ્યા હતા.
દીપક જગતાપ, રાજપીપળા
રાજપીપળા : નરેન્દ્ર મોદીના જન્મ દિવસે ભારતીય યુથ કોંગ્રેસે બેરોજગારી દિવસની ઉજવણી કરી.
Advertisement