Proud of Gujarat
INDIAFeaturedGujarat

નર્મદામાં નરેન્દ્રભાઇ મોદીનો ૭૨ મો જન્મદિવસ સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થકી ઉજવ્યો.

Share

દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ૭૨ માં જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે સેવા કાર્ય પોષણ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં માજી ધારાસભ્ય દેડિયાપાડાના મોતિલાલ વસાવાની ઉપસ્થિતિ માંવૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો તેમજ બહેનોને પોષણકીટનું વિતરણ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે દેડિયાપાડા ગ્રામ પંચાયતના સરપંચ વર્ષાબેન વસાવા, તાલુકા પંચાયત કારોબારી સભ્ય દક્ષાબેન વસાવા, દેડિયાપાડા કોલેજનાં આચાર્ય નિલમબેન, તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો હાજર રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપળા

Advertisement

Share

Related posts

અમદાવાદમાં વિદ્યાર્થિનીની છેડતી કરતાં રોમિયોને વિદ્યાર્થિનીએ પટ્ટાથી માર માર્યો

ProudOfGujarat

જંબુસર આઈ.સી.ડી.એસ. કચેરી ખાતે ત્રિદિવસીય કેસ તાલીમનો પ્રારંભ

ProudOfGujarat

અંકલેશ્વરનાં વાલીયા બ્રિજ પાસે ડિવાઈડર તોડી ટ્રક લટકી પડી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!