રાજપીપળામાં શાંતિપૂર્ણ રીતે બંધ પાડી મુસ્લિમો દ્વારા નાગરિકતા સંશોધન બિલનો વિરોધ આગેવાનો દ્વારા કલેકટરને આવેદન અપાયું. રાજપીપળા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજપીપળાના મુસ્લિમ વિસ્તારો બંધ રહ્યા. હાલ કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલ નાગરિકતા સંશોધન બિલ નો સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજપીપળામાં મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ દુકાનો બંધ રાખી આ બિલનો વિરોધ નોંધાવ્યો હતો. રાજપીપળાના શાકમાર્કેટ રોડ દોલત બજાર જેવા મુસ્લિમ વિસ્તારોમાં બંધ ની અસર જોવા મળી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાં મિશ્ર અસર અને કેટલાક વિસ્તારો માં બંધની અસર જોવા ન મળી હતી રાજપીપળામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. આ બાબતે રાજપીપળા મુસ્લિમ સમાજના કેટલાક કેટલાક આગેવાનો દ્વારા નર્મદા જિલ્લા કલેકટરને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભારત સરકાર તરફથી નાગરિકતા સંશોધન અધિકાર CAB બિલ તેમજ NRC બિલ લોકસભામાં અને રાજ્ય સભામાં મંજૂર કરવામાં આવેલ છે અને તેને કાયદાનું રૂપ આપવાના છે ત્યારે ખરેખર આ દેશના બંધારણ ઉપર કંઠુરાઘાત છે અને આ દેશમાં ગંગા જમનાની જે તેહજીબ છે તેને ખતમ કરવા માટેનું આ એક આયોજન છે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં અલગ-અલગ દેશોમાંથી જે શરણાર્થીઓ આવતા હતા તેમને ધર્મના ભેદભાવ વગર અહીંના રહેવાસી તરીકે બંધારણીય હક્કો નાગરિકત્વ આપતાં હતા છતાં પણ આ દેશમાં જ્ઞાતિ જાતિ વચ્ચે વૈમનસ્ય ઉભુ કરવાના ઇરાદાથી દેશમાં આંતર યુદ્ધ ફાટી નીકળે તેવા કારસા સત્તાધીશો રચતા હોય તેવું લાગી રહ્યું છે અને અન્ય ધર્મના શરણાર્થીઓને વર્ષોથી ભારતનું નાગરિકત્વ આગલી સરકારોએ પણ આપ્યું છે અને આગળ પણ આ સરકાર આપે એમાં રાજપીપળાના મુસ્લિમ સમાજને કંઇ પણ વાંધો નથી પરંતુ દેશનું વિભાજન કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે આ બધી બાબતોથી ભારતના વફાદાર નાગરિકો તરીકે અમને આ બધું અજુગતું લાગે છે સત્તાધીશો દેશ બરબાદીના પંથે લઈ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે માટે અમે આ કાયદાને બીલને બધી જ રીતે વખોડી કાઢીએ છીએ આ બિલ કાયદો જ્યાં સુધી પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરતા રહીશું.
રાજપીપળા, આરીફ જી કુરેશી