Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ ડેમની જળ સપાટીમાં વધારો થતાં ડેમના બે દરવાજા ખોલી ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરાઇ.

Share

લાંબા સમય પછી ફરી એકવાર છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં પાણીની આવક વધતા કરજણ ડેમમાં પાણીની આવક વધતા કરજણ ડેમના બે દરવાજા ખોલાયા છે. તેમાંથી ૨,૪૪૨ ક્યુસેક પાણીની આવક સામે એટલા જ ૨,૪૪૨ ક્યુસેક જાવક નોંધાઈ છે. હાલ કરજણ ડેમની જળ સપાટી ૧૧૨.૫૬ મીટરે નોંધાઇ છે.

કરજણ ડેમના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલ કરજણ બંધના ઉપરવાસમાં આવેલા સ્ત્રાવ વિસ્તારમાં ૭૦ મી.મી. જેટલો વરસાદ નોંધાતા આજે ડેમની જળ સપાટી ૧૧૨.૫૬ મીટરે નોંધાઇ હતી. આજનું રુલ લેવલ જાળવવા કરજણ જળાશયમાંથી અંદાજે ૨,૪૪૨ ક્યુસેક પાણીના ઇન્ફલો સામે ૨ (બે) દરવાજા મારફત હાલમાં ૨,૪૪૨ ક્યુસેક પાણીની જાવક કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૮૮ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.

કરજણ ડેમ હાલમાં ૮૦ ટકા સ્ટેજ પર હોઈ તથા ડેમમાંથી છોડાઇ રહેલા પાણીના કારણે નદી કાંઠાના વિસ્તારોના રાજપીપલા શહેર, ભદામ, ભચરવાડા, હજરપરા, ધાનપોર અને ધમણાછા ગમોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા અને પશુધનને દૂર રાખવા સાથે સાવધ રહેવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યાં છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપળા


Share

Related posts

ઝઘડિયાથી કોસ્ટીક સોડા લઇ નીકળેલ ટ્રક ડ્રાઇવરે બારોબાર સગેવગે કરી દીધો હોવાની આશંકા.

ProudOfGujarat

સુરત માં સામાજીક કાર્ય માં હાજરી આપવા આવેલ ભાજપા ના વરિષ્ઠ નેતા સંજય જોષી એ મહારાષ્ટ્ર ના ઉલટભેર અંગે કહેવુ કે ભાજપા ની કોઈ ભૂલ નથી ફરી જનાદેશ મેળવવા કામ કરશે

ProudOfGujarat

ઉમરપાડા આદિવાસી સમાજ યુવા કાર્યકરોએ વ્યારામાં આદિવાસી યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર મુસ્લિમ યુવકને ફાંસી આપવાની માંગ કરી ઉમરપાડાનાં મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!