આજે સીઝનમાં પહેલી વાર નર્મદા ડેમએ સપાટી સીઝનમાં 138.27 મીટર વટાવી છે. જોકે મહત્તમ સપાટી – 138.68 મીટરથી માત્ર 0.41 મીટર દૂર રહી ગઈ છે. આજકાલ માં આ સપાટી ગમે ત્યારે વટાવે તેવી શક્યતા છે.
ડેમની સપાટી 138.27 મીટર નોંધાતા જેને લઈને નર્મદા નિગમના અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. આજે સાંજ સુધીમાં મહત્તમ સપાટી – 138.68 મીટર સુધી પહોંચી શકે છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક – 2,23,308 ક્યુસેક આવી રહી છે, હાલ 2 દરવાજા મારફતે 5,000 ક્યુસેક પાણીની નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તે વધારીને હવે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે.
મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા સવારે 10 દરવાજા 1.30 મીટર 1,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એટલે કે સવારે 10 કલાકના 10 દરવાજા ખોલીને નર્મદા નદીમાં કુલ જાવક – 1,45,000 ક્યુસેક દરવાજા અને RBPH સહીત જાવક નોંધાઈ છે. રીવરબેડ પાવરહાઉસમાંથી 42,590 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 17,159 ક્યુસેક થઈ રહી છે. આમ નર્મદા બંધની વધતી સપાટીને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા બંધ પર આવી નર્મદાના નિરના વધામણાં કરે તેવી શક્યતાઓને પગલે નર્મદા ડેમ પર નર્મદાના નીરના વધામણાંની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
દીપક જગતાપ, રાજપીપળા