ગઈ કાલે રાજપીપળા શહેરમાં ગણપતિ દાદાનું કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવી રહ્યું હતું ત્યારે દારૂ પી ને ધમાલ કરનારા અસામાજિકોને પકડવા માટે નર્મદા પોલીસે રાજપીપલામાં પહેલીવાર “પીધેલાઓને પકડવાની વાન “લખાણ વાલી મુકવાનો નવતર પ્રયોગ આદરવામાં આવ્યો હતો.
વિસર્જનમાં રાજપીપળા પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ નશીલા પદાર્થનું સેવન કરીને આવે અને નદીના પાણીમાં ડૂબી ના જાય એ માટે પોલીસે ખાસ તકેદારી રાખી એક સ્પેશિયલ વાન ઉભી રાખવામાં આવી હતી. જેના પર બોર્ડ લગાવવામાં આવ્યું હતું કે પીધેલા શખ્સોને પકડવા માટેની વાન. જોકે આ વાન જોઈને લોકો દૂર ભાગતા હતા. લોકોમાં પહેલીવાર આવી વાન જોઈને કુતુહલ પણ થયું હતું. આ વાન ભારે ચર્ચાનો અને લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગણેશ વિસર્જન ટાણે બુટલેગરો દારૂ વેચવા સક્રિય બનતા હોય છે જેમાં કેટલાક યુવાનો આવા દારૂનું સેવન કરતા હોય આ બદીને ડામવા પોલીસે ખાસ તકેદારી રાખી તાલુકા પંચાયત પાસેથી જ ચેકીંગ કરીને કોઈને વાહનો પણ લઈ જવા નહોતા દેતા.
જોકે નશાબાજો પોલીસને જોઈને સંતાકુકડી રમતા જોવા મળતાં હતા. વાનમાં કોઈ નશાબાજ પકડાયો નહોતો, જોકે મોડી રાત સુધી ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે થયું હતું.
દીપક જગતાપ, રાજપીપલા