Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : બાળકોના શારીરિક વિકાસની નોંધ લેવા જિલ્લાની ૯૫૨ આંગણવાડીઓને CSR પ્રવૃત્તિ હેઠળ સ્ટેડીઓમીટર અપાયાં.

Share

એસ્પિરેશન જિલ્લો નર્મદા આજે બીજા જિલ્લાઓની જેમ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેમાં CSR એક્ટિવિટી અંતર્ગત થઈ રહેલી કામગીરી અને સરાહનીય પ્રયાસોની પણ નોંધ લેવાઈ રહી છે. હાલ રાજ્યભરમાં પોષણ અભિયાન અંતર્ગત સંપૂર્ણ સપ્ટેમ્બર માસ દરમિયાન આંગણવાડી, આરોગ્ય અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે અનેકવિધ કાર્યક્રમો યોજાશે. સશક્ત મહિલા, સાક્ષર બાળક અને સ્વસ્થ માતાની થીમને ચરિતાર્થ કરવા માટે તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે આંગણવાડી કાર્યકરો દ્વારા પણ પોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે.

જિલ્લાના ભૂલકાંઓના પોષણ સ્તરને સુધારવાના ઉમદા આશય સાથે તાજેતરમાં જ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની (HPCL) વડોદરા ની CSR પ્રવૃત્તિ હેઠળ એસ્પિરેશન ડિસ્ટ્રીક્ટ નર્મદાને બાળકોની ઉંચાઈ માપવા માટે અંદાજિત ૨૩.૮૦ લાખના ખર્ચે ૯૫૨ સ્ટેડીઓમીટર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેથી ઉંચાઈના આધારે બાળકનું વજન કેટલું હોવું જોઈએ, કેવો આહાર લેવો જોઈએ તેમજ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ વિષે આંગણવાડી કાર્યકરો દ્વારા સગર્ભા માતા, ધાત્રી માતા સહિત ગ્રામજનોને પણ સમજણ પૂરી પાડી જાગૃત કરવામાં આવે છે.

રાજ્યમાં કુપોષણને નાથવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ રહી છે જેનું એક ઉત્તમ ઉદાહરણ પોષણ અભિયાન છે. બાળકો, કિશોરીઓ અને સગર્ભા તેમજ ધાત્રી માતાઓના પોષણ સ્તરમાં સુધારો આવે તે હેતુથી નર્મદા જિલ્લામાં પણ આઈસીડીએસ યોજના હેઠળ સરાહનીય કામગીરી થઈ રહી છે. બાળકોના વજન અને ઉંચાઈની તમામ વિગતો આંગણવાડી કાર્યકરો દ્વારા “પોષણ ટ્રેકર” એપ્લિકેશનમાં નોંધાવવામાં HPCL- વડોદરાની CSR પ્રવૃત્તિ હેઠળ ફાળવવામાં આવેલ સ્ટેડીઓમીટર ખુબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

Advertisement

તાજેતરમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ કંપની (HPCL) વડોદરા ની CSR પ્રવૃત્તિ હેઠળ નાંદોદ તાલુકાને ૧૮૪, દેડીયાપાડા તાલુકાને ૩૦૨, સાગબારા તાલુકાને ૨૦૭, ગરૂડેશ્વર તાલુકાને ૧૪૨ અને તિલકવાડા તાલુકાને ૧૧૭ એમ કુલ ૯૫૨ સ્ટેડીઓમીટરની સુવિધા જિલ્લાની તમામ આંગણવાડીઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જે આંગણવાડી કાર્યકરો માટે ખૂબ જ મદદરૂપ નિવડી રહ્યું છે. બાળકનું વજન અને ઉંચાઈ અતિ ઓછી હોય તેવા કિસ્સામાં બાળકોને બાળશક્તિ યોજના તેમજ સગર્ભા-ધાત્રી માતા બાળકને જન્મ આપે અને બાળક સુપોષિત રહે તે માટે દર માસે ટીએચઆર તરીકે તેમને પૂર્ણાશક્તિ યોજના હેઠળ પોષણયુક્ત આહાર આપવામાં આવે છે જેથી તેઓના શારીરિક વિકાસની નોંધ રાખી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ HPCL – વડોદરાને મોકલેલી દરખાસ્તને કંપનીએ માન્ય રાખી તેઓના CSR ફંડમાંથી જિલ્લાને સ્ટેડીઓમીટર ઉપલબ્ધ કરાવ્યાં છે. જેથી બાળકોની ઉંચાઈ માપી યોગ્ય વજન તથા પોષણની સ્થિતિનું યોગ્ય આંકલન કરી બાળકોની ગ્રોથ મોનિટરિંગ પર દેખરેખ રાખી શકાય છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ઉમરપાડાની શરદા ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં ચંદ્રપાડા નવી ગ્રુપ ગ્રામ પંચાયત બનશે.

ProudOfGujarat

અંકલેશ્વર નગરનાં લોકોના કર રૂપી નાણાંનો વેડફાડ કરતી નગરપાલિકા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં બારે મેઘ ખાંગા, અનેક સ્થળે મકાનો અને વૃક્ષ ધરાસાઈ થતા, બે લોકો ઇજાગ્રસ્ત તો પાંચ જેટલા વાહનોને નુકશાની.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!