Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળાના 9 યુવાનો સાથે કેનેડા લઈ જવાના બહાને 48 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો.

Share

લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે આ કહેવત આપણા વડવાઓએ ખોટી નથી રાજપીપળાના 9 યુવાનો સાથે કેનેડા લઈ જવાના બહાને 48 લાખની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે પોલીસે 4 આરોપીને પકડી પાડી સમગ્ર મામલે મુખ્ય આરોપી સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે. વિદેશ લઈ જવાના નામે, મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીના બહાને, લોટરી લગાવી આપવાના બહાને છેતરપિંડી થતી હોવાના કેટલાયે કિસ્સાઓ અવારનવાર પ્રકાશિત થાય જ છે.તે છતાં અમુક લોકો આવી ઠગ કંપનીની માયાજાળમાં ફસાઈ જાય છે.નર્મદા જિલ્લાના રાજપીપળાના 9 યુવાન અને યુવતીઓ સાથે પણ કેનેડા લઈ જવાના નામે અમદાવાદ અને વડોદરાની ઠગ ટોળકીએ લાખો રૂપિયાની છેતરપિંડી કરતા ફરિયાદ નોંધાઇ છે.વડોદરાના વત્સલ પરેશ ખમારે રાજપીપળાના હેમંત બારોટના સાથે કુલ 9 પાસેથી કેનેડાની આઈ.એમ.સી.લી. મિસ્સીસુગા ઓન્ટરિયા નામની કંપનીમાં બે વર્ષ માટે વર્ક પરમીટ વિઝા કંપની તરફથી તથા રહેવા જમવાની સુવિધા આપવાનું જણાવી વ્યક્તિ દીઠ 4.90 લાખ તથા બાયોમેટ્રિક ખર્ચના અલગથી 15000 મળી કુલ 48.45 લાખ રૂપિયા ઉઘરાવ્યાં હતા.અને 27/07/2019 ના રોજ કેનેડા લઈ જવાની બાંહેધરી કરાર લેખ દ્વારા આપી હતી.જો વિઝા રદ થાય તો 29/7/2019 ના દિવસેથી 45 દિવસ સુધીમાં ફરી વિઝા ન મળે તો 46 માં દિવસે એ તમામ રકમ પરત કરવાનો ભરોસો આપ્યો હતો.આ કંપનીમાં વડોદરા અંકુરવાટિકા પંચવટી ગોરવાના નવનીત ચોરસિયા, અમદાવાદના કાર્તિક રાવલ, મનોજ મહેતા અને રાજુ પટેલ પાર્ટનર હોવાનું વત્સલે યુવાનોને જણાવ્યું હતું.આ લોકો રાજપીપળાના યુવાનોને કેનેડા લઈ જવા અવાર નવાર બહાના બતાવ્યા કરતા હતા.અને અંતે વત્સલ રૂપિયા લઈ ફરાર થઈ જતા પોતે છેતરાયા હોવાનું ભાન થતા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.બીજું કે વત્સલ ખમારની કેનેડામાં આઈ.એમ.સી.એલ નામની કોઈ કંપની અસ્તિત્વમાં જ ન હોવાનું પણ બહાર આવ્યું છે.આ ફરિયાદ બાદ રાજપીપળા પોલીસે ગણતરીના કલાકો માજ ચાર કબૂતર બાજો ને પકડી પાડવામાં સફરતા મળી છે આ ચારે એ વડોદરાના અન્ય 6 લોકો પાસે થી પણ છેતરપિંડી કરી છે નું બહાર આવ્યું વડોદરા ના 6 યુવાનો પાસે થી પણ 75 લાખ ની આજરીતે છેતરપિંડી કર્યાનું આ આરોપીઓ એ કબૂલાત કરી છે ત્યારે હજુ આવું કેટલા લોકોને છેતર્યા છે જેની પોલીસ તપાસ કરી રહી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા તાલુકાના APMC માર્કેટ ખાતે જાગૃતિ મહિલા મંચ અને આગાખાન ગ્રામ સમર્થન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની કરાઇ ઉજવણી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા માટે રાહતના ખબર, કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!