Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના એકમાત્ર 82 વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મંદિરનુ અનોખું ધાર્મિક મહાત્મ્ય.

Share

ગુજરાતમાં અને ભારતમાં ગણેશજીના જૂજ મંદિરો આવેલા છે. જેમાં ગુજરાતમા ગણ્યા ગાંઠ્યા ગણેશના પ્રાચીન મંદિરો આવેલા છે. જેમાનું એક અતિ પ્રાચીન ગણેશ મંદિર રાજપીપલામા આવેલું છે. હા.નર્મદા જિલ્લામા એક માત્ર ગણેશ મંદિર રાજપીપલા દરબાર રોડ ખાતે આવેલું છે. આ શ્રી રત્ન ગણેશ મંદિર 82 વર્ષ પુરાણુ મંદિર ગણાય છે. ગુજરાતના ત્રણ પ્રાચીન ગણેશ મંદિરમાંનું એક અને જમણા સૂંઢવાળા ગણપતી દાદાનું રાજપીપલાનું એકમાત્ર મંદિરમા ગણેશ મહોત્સવમા શ્રીજીના દર્શને ભક્તો ઉમટી રહ્યા છે.

મંદિરના પૂજારી મહેશભાઈ ઋષિ જણાવે છે કે સામાન્ય રીતે ગણેશજીની સૂંઢ ડાબી બાજુએ હોય છે પણ રાજપીપલાના ગણેશ મંદિરમાં આવેલ ગણેશજીની સૂંઢ જમણી બાજુએ આવેલ છે. જમણા સૂંઢવાળા ગણપતી દાદાના એકવાર દર્શન કરવાથી ભક્તોની બધી મનોકામના પૂર્ણ થાય છે એવી માન્યતા છે. અહીંના જમણા સૂંઢવાળા ગણેશ દર્શનનું અનેરું ધાર્મિક મહાત્મ્ય છે.

Advertisement

આ મંદિરમાં અનેક ભક્તોની ગાથા પણ અનોખી છે. રાજપીપલા કાછીયાવાડના રહીશ માઈ ભક્ત સ્નેહાબેન કાછીયા ગણેશ ભક્તિ અનોખી છે. છેલ્લા દશ વર્ષથી સ્નેહા બેન ઉઘાડા પગે ચાલીને દર મંગળવારે દર્શન કરવા આવે છે. રાજપીપલાની આ મહિલાની બધા પૂર્ણ થયાં પછી પણ તેમણે ભક્તિભાવ પૂર્વક આ પ્રથા ચાલુ રાખી છે. તો રાજપીપલાના બીજા ગણેશભક્ત વિજયભાઈ રામી દ્વારા છેલ્લા દશ વર્ષથી જાતે હાથથી બનાવેલી માટીની મૂર્તિ ગણેશચતુર્થીએ આ મંદિરમાં સ્થાપના કરાય છે અને ગણેશ ચતુર્થીએ બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન આરતી કરી મૂર્તિની પ્રતિષ્ઠા થાય છે અને 10 દિવસ પૂજા અર્ચના કર્યા પછી તેનું વિધિવત વિસર્જન થાય છે આ મૂર્તિ પણ મંદિરમાં મુકવામાં આવી છે.

ભક્તો આ મંદિરના મહત્તાની વાત કરતા જણાવે છે કે આમ તો ગણેશ મહોત્સવમા જ ભક્તોને ગણેશ દર્શનનો અને તે પણ માત્ર 10 જ દિવસ દર્શનનો લ્હાવો મળે છે. જયારે રાજપીપલાના ગણેશ મંદિરમાં 365 દિવસભક્તોને ગણેશ દર્શનનો લાભ મળે છે. દરરોજ સવાર સાંજ બે આરતીનો લ્હાવો દરરોજ લાભલે છે. આ મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક દર્શન કરવાથી ભક્તોની બધી માન્યતાઓ પૂર્ણ થાય છે. અહીં સંતાનોની બાધા પુરી થાય તો ભક્તો સવા મહિના પછી બાળકના વજન જેટલાં લાડુનો પ્રસાદ ત્રાજવામાં તોલીને ચઢાવે છે. આજુબાજુના દૂર દૂરના ગામેથી ભક્તો ચોથના દિવસે પગપાળા ચાલીને દર્શન કરવા આવે છે. અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોય છે. અહીં શ્રદ્ધાના ઘોડાપુર ઉમટે છે. આ મંદિરો અગાધ આસ્થાનું પ્રતીક ગણાય છે.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

ProudOfGujarat

માંગરોળ : ઝંખવાવ રેસ્ટ હાઉસ ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!