રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ, સ્વીપર સ્ટાફ અને અન્ય સ્ટાફને તાત્કાલિક ધોરણે કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા સિવાય છૂટા કરી દેવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આ તમામ કર્મચારીઓએ આ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે.આ અંગે રાજપીપલા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જ્યોતિબેન ગુપ્તાને રજૂઆત કરી હતી કે કયા કારણોથી આટલી મોટી સંખ્યામાં આટલા બધા સ્ટાફને છુટા કરી દેવામાં આવ્યા છે. તો તેમણે જણાવેલ કે અમારી પાસે ઉપરથી ઓર્ડર છે જેથી અમોએ તેમને છૂટા કરેલ છે. ગુપ્તા મેડમ કર્મીઓએ એવી રજૂઆત કરેલ કે કોન્ટ્રાક્ટ એજન્સીને જણાવવામાં આવે કે આટલી મોટી સંખ્યામાં આટલા બધા કર્મચારીને છુટા કરવામાં ન આવે અને તેમને નોકરી પર ચાલુ રાખવામાં આવે પરંતુ એમની વાતને ધ્યાને લીધી ન હતી. તેથી આખરે ન્યાય મેળવવા નર્મદા જિલ્લાના કલેકટરને લેખિતમાં આવેદન આપી રજૂઆત કરેલ છે કે નર્મદા જિલ્લાના શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને તેમને ફરીથી નોકરી પર રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે અને કલેક્ટરે આ યુવક યુવતીઓને ન્યાય મળે તેવું આશ્વાશન આપ્યું હતું.
રાજપીપળાની નવી શિફ્ટ થયેલી સિવિલ હોસ્પિટલના ઇન્સપેકશન દરમિયાન કથિત રીતે છાત્રોને દર્દીઓ બનાવી દેવાના વિવાદબાદ તેના ઘેરા પ્રત્યાઘાત સ્વરૂપે નર્સિંગ સ્ટાફને છુટા કરી દેવતા મામલો વધુ ગરમાયો છે. હવે સિવિલમાં કોન્ટ્રાકટના કર્મચારીઓને અચાનક નોકરીમાંથી છુટા કરી દેવાતાં અધિકારીઓ સાથેઘર્ષણ શરૂ થયું છે. રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલાં 200 થી વધુ નવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી એને એ પૈકી નર્સિંગ સ્ટાફના 70 જેવા બહેનોને તો અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટનો લેટર પણ અપાયો હતો. ત્યારબાદ આ નવી ભરતીના કર્મચારીઓને ફરજ પર એક મહિનો પણ થયો નથી. ત્યાં અચાનક તમામને છુટા કરવાની વાત જાણવા મળતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે
સિવિલ સર્જન ડૉ.જ્યોતિ ગુપ્તાના જણાવ્યા મુજબ આ લોકોને છૂટા કર્યા નથી હાલ હોલ્ડ પર રાખ્યા છે. જ્યારે મેડિકલ સ્ટુડન્ટ આવશે ત્યારે આ સ્ટાફને લેવામાં આવશે, પરંતુ હાલમાં હોલ્ડ ૫૨ રખાયા છે પણ આ કર્મચારીઓનું જણાવવું છે કે અમને અન્યાય કરાયો છે. દૂર દૂરનાં ગામોમાંથી નોકરી છોડી અહિયાં કામ કરવા આવેલા સ્ટાફે ભાડે રૂમ રાખ્યા, યુનિફોર્મ શિવડાવ્યા અને કેટલાક બહેનો તો નાના બાળકો ઘરે મૂકી અહિયાં નોકરી માટે આવ્યા છીએ અને જો અહીંના અધિકારીઓ આ રીતે કોઈ નોટિસ કે આગવી જાણ વિના છૂટા કરે એ ગંભીર બાબત છે. સરકારના આવા નિર્ણય સામે ભારે રોષ અને વિરોધ જોવા મળ્યો છે.
દીપક જગતાપ, રાજપીપલા