સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: ઘટાડો થયો છે. આજે બપોરે 12 કલાકે નર્મદા ડેમની સપાટી 136.03 મીટરે પહોંચી છે. આજે ડેમમાં પાણીની આવક 4,83,237 ક્યુસેક નોંધાઈ છે.
હાલ ડેમના 23 દરવાજા 2.45 મીટર ખોલી નાખવામાં આવ્યા છે. હાલ 4,50,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જયારે રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરી 44,921 ક્યુસેક પાણી નદીમાં છોડાયુ છે.
Advertisement
પાણીની આવક 4,83,237 ક્યુસેક સામે નદીમાં કુલ જાવક 4,94,921 ક્યુસેક નોંધાઈ છે. હાલ કેનાલમાં 18,436 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં કુલ જાવક – 5,13,357 ક્યુસેક નોંધાઈ છે. હાલ પાણીની સપાટી અને આવક,જાવક બન્નેમાં ઘટાડો નોંધાયો છે.
દીપક જગતાપ, રાજપીપલા