Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સ અને ગટર સફાઇ માટે રોબોટ મશીનનું લોકાર્પણ કરાયું.

Share

નર્મદા જિલ્લાને રૂ.૯૦ લાખના ખર્ચે બે “ICU ઓન વ્હીલ્સ” એમ્બ્યુલન્સની ભેટ મળી છે. નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના હસ્તે એમ્બ્યુલન્સ વાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ ઉપરાંત રાજપીપલા નગરપાલિકા માટે રૂા.૫૦ લાખના ખર્ચે ગટર સફાઇ માટે મંજૂર થયેલ રોબોટ મશીનનું પણ કલેકટરે લોકાર્પણ કર્યું હતું.

ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (IOCL) ની CSR એક્ટિવિટી હેઠળ ગુજરાત CSR ઓથોરિટીના સૌજન્યથી રૂા.૯૦ લાખના ખર્ચે ૨ (બે) ICU ઓન વ્હીલ્સ એમ્બુલન્સ તેમજ ગુજરાત CSR પ્રવૃત્તિ હેઠળ અંદાજે રૂા.૫૦ લાખના ખર્ચે ગટર સફાઇ માટે મંજૂર થયેલ રોબર્ટ મશીનનું પણ જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના હસ્તે રાજપીપલા કલેક્ટરાલયના પ્રાંગણમાં લોકાર્પણ કરાયુ હતું અને જિલ્લાવાસીઓની આરોગ્ય અને જનસુખાકારીની સેવાઓ માટે તેવતિયા દ્વારા લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલ વસાવા, જિલ્લા આયોજન કચેરીના સંશોધન અધિકારી,ગુજરાત CSR પ્રવૃત્તિના પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી પ્રિન્સ જૈન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના પ્રતિનિધિઓ પણ આ લોકાર્પણમાં સાથે જોડાયા હતાં.

‘ICU ઓન વ્હીલ્સ’ એમ્બ્યુલન્સની ખાસીયતો તરફ નજર કરીએ તો આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર, ઓક્સિજન, ઇન્ફ્યુઝન પંપ, મોનિટર, દવાની કીટ તેમજ એરકન્ડીશનર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે. આ એમ્બ્યુલન્સમાં ડોક્ટરો તથા આરોગ્ય વિભાગનો સ્ટાફ પણ ઉપલબ્ધ થતો હોવાથી આ એમ્બ્યુલન્સમાં કોઈપણ આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળતો નથી અને આવી રીતે અદ્યતન ટેક્નોલોજી અને સુવિધાથી સજ્જ આ એમ્બ્યુલન્સ પ્રભાવશાળી એમ્બ્યુલન્સ તરીકે ઉભરી આવે છે.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

સુરત જીલ્લાના કોસંબા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામાં વોન્ટેડ ભરૂચના બે બુટલેગરોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ તાલુકાના વરેડીઆ ગામે અહિંસા યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું.

ProudOfGujarat

જંબુસર બાયપાસ ચોકડીથી દેરોલ સુધીનો માર્ગ બિસ્માર બનતા માર્ગ અને મકાન વિભાગની કચેરીએ રજૂઆત કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!