કુલ ૪ ઠગ મહિલાઓ પૈકી ૩ ની ધરપકડ એક નનામી આધેડ માસી અને અન્ય બીજા ચીટરોની શોધખોળ જારી હાલ પકડાયેલી ત્રણ મહિલાના રિમાન્ડ મેળવી પોલીસ વધુ વિગતો મેળવશે. ગત તારીખ ૨૮ નવેમ્બરે સુરત વરાછાના યુવાન સાથે ફુલહાર કરી એક લાખ પડાવી કોર્ટમાં ન જઈ મહિલા ટોળકીએ છેતરપિંડી કરી નાસી જતા યુવાને ફરિયાદ આપી હતી.
રાજપીપળા નવેમ્બર મહિનાના અંતમાં સુરતના વરાછા રોડના યુવાન સાથે નાંદોદના જુનાઘાંટા ગામે ફુલહાર કરી કોર્ટ મેરેજ પહેલા એક લાખ રૂપિયા પડાવી નાસી છુટેલી યુવતી અને તેની સાથેની અન્ય મહિલા દલાલોને આમલેથા પોલીસે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી છે.સુરત વરાછાના યોગીપાર્કમાં રહેતા ભાવેશભાઇ હિંમત ભાઇ સવાણીને લગ્નની લાલચ બતાવી મહિલા ટોળકીએ નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામે એક યુવતી સાથે ફુલહાર કરાવ્યા બાદ કોર્ટ મેરેજ માટે રાજપીપળા કોર્ટમાં જવાનું હતું પરંતુ નક્કી થયા મુજબ ફ્રોડ મહિલાઓમાં દેવીલાબેન ઉર્ફે દેવલીબેન જગદિશ ભાઇ વસાવા, રહે. જુનાઘાંટા,રાધાબેન દિનેશભાઇ વસાવા,રહે. ઉમલ્લા, કિરણબેન ગોકુળભાઇવસાવા,રહે.રાજપારડી એ કોર્ટમાં જતા પહેલાજ એક લાખ રૂપિયા આ યુવાન પાસે લઈ લીધા બાદ યુવતીના દસ્તાવરજો લઈ કોર્ટ આવીએ છીએ તેમ જણાવી યુવકને રાજપીપળા કોર્ટમાં મોકલ્યો પરંતુ આ મહિલાઓ એક લાખ રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા યુવકને છેતરાયો હોવાની જાણ થતાં તેણે અમલેથા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે ટીમો લગાડી હતી.જેમાં ત્રણ મહિલાઓની ધરપકડ કરી એક લાખ રૂપિયામાંથી 40 હજાર રૂપિયા રિકવર કરી અગાઉ કેટલા લોકો સાથે આવો વિશ્વાસઘાત કર્યો છે અને બાકીના રૂપિયા ક્યાં છે તે બાબતે તપાસ હાથ ધરી છે.આમ તો આ ફરિયાદમાં કુલ ૪ મહિલાઓ હતી જેમાંથી ૩ મહિલા ઝડપાઇ છે જ્યારે એક મહિલા હજુ પોલીસ પકડથી દુર છે જેની સાથે અન્ય ચીટરો પણ હશે જેને પોલીસ શોધી રહી છે.હાલ આ ૩ ના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી