બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલા અને “રાષ્ટ્રીય સેવા યોજના” દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત સ્કૂલ ઓફ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને નીડ હોમ ટેકનીકલ એજ્યુકેશન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના “હેલ્થ અને હાઇજીન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ કોમર્સના પ્રાધ્યાપિકા રેખાબેન વસાવા અને નીડ હોમ ટેકનીકલ એજ્યુકેશન, વડોદરાના પ્રમુખ સિદ્ધિ મજમુદાર દ્વારા વિદ્યાર્થીનીઓને નિ:શૂલ્ક સેનેટરી નેપ્કીન્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થીનીઓને તેમના આરોગ્યલક્ષી જાગૃતિ માટે જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
દીપક જગતાપ, રાજપીપલા
Advertisement