મધ્યપ્રદેશના ઉપરવાસના ઓમકારેશ્વર અને ઈન્દિરાસાગર ડેમમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા ડેમમાં પાણીની આવક વધતા ડેમની સપાટીમાં ક્રમશ: વધારો થવા માંડ્યો છે.
ડેમ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર આજે બપોરથી ઈન્દિરાસાગર ડેમમાંથી 7,00,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે 32 કલાકમાં પાણી સરદાર સરોવરમાં આવવાની ધારણા હોઈ 32 કલાક પછી નર્મદા ડેમની સપાટીમાં હજી વધારો થશે. હાલમાં 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.જોકે આજે સવારે 10 કલાકે ડેમના 23 દરવાજા 3.05 મીટર સુધી ખોલીને આજે 3,50,000 ક્યુસેકથી વધારીને આજે 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. હવે બપોરે 7 લાખ ક્યુસેક છોડાશે.
ડેમની સપાટી હાલ 135.98 મીટરે પહોંચી છે. હાલ પાવરહાઉસ પણ ચાલુ હોવાથી પાવરહાઉસ દ્વારા 44,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જોકે ડેમમાં સતત આવક વધતી હોઈ નર્મદા નદી ફરી એકવાર બે કાંઠે વહેવા માંડી છે.
દીપક જગતાપ, રાજપીપલા