Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : નાંદોદ તાલુકાનો જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠયો.

Share

નર્મદા જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી છલોછલ રહ્યો છે. એને મીની કાશ્મીરનું બિરુદ પણ મળ્યું છે. હાલ ચોમાસામાં લીલાછમ જંગલો, ડુંગરો,પહાડો, ખળ ખળ વહેતા ઝરણાઓ અને ધોધનું અનુપમ દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષે તેવું છે.

હાલ નાંદોદ તાલુકાનો જુના ઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. રાજપીપળા નજીક આવેલ આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે ઢોચકી તરફના વળાંકમાં જતા આ ટકારાના ધોધનું કુદરતી નયન રમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ખૂબ શાંત, સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પ્રદુષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળ ખળ વહી રહ્યો છે. જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. લોકો સેલ્ફીની પણ મજા માણી રહ્યા છે.

જોકે આ સુંદર પિકનિક પોઇન્ટને પ્રવાસન વિભાગ કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવુ લોકો ઇચ્છી રહ્યા છે. સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન ધામો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવે એવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચ – LCB પૉલિસ દ્વારા સી ડીવીઝન પૉલિશ વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો , બે આરોપીની કરી અટકાયત ..

ProudOfGujarat

વડોદરા: 6.5 કરોડનો ખર્ચે તૈયાર થયેલ સિદ્ધનાથ તળાવમાં અસહ્ય ગંદકી

ProudOfGujarat

નડિયાદમાં ઉભરાતી ગટરના પાણીથી સ્થાનિકોને ભારે હાલાકી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!