નર્મદા ડેમની ભયજનક સપાટીના કારણે ડેમના દરવાજાઓ ફરી ખોલવામાં આવી રહ્યા છે. નર્મદા ડેમની જળસપાટી અત્યારે 136 મીટર પર પહોંચી છે. જેના કારણે 10 દરવાજાઓ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ વખતે રાજ્યના વિવિધ ડેમો પાણીથી છલકાઈ રહ્યા છે. 207 ડેમની અંદર પાણીના નવા નીરની આવક થઈ છે. જેમાં નર્મદા સહીત ઘણા ડેમોની ભયજનક સપાટી પણ જોવા મળી રહી છે. 100 ટકા ગુજરાતમાં વરસાદ થતા જળાશયો, નદી, નાળાઓ છલકાઈ રહ્યા છે.
ગુજરાતની જીવાદોરી નર્મદામાં અત્યારે ભયજન સપાટીથી અત્યારે 2.68 મીટર જેટલી દૂર છે ત્યારે અગાઉ પણ 23 દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. પાણીની આવક સામે જાવક ઓછી છે. નર્મદામાં અત્યારે 1.62 લાખ પાણીની આવક થઈ રહી છે જ્યારે તેની સામે 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાવરહાઉસમાંથી 44 હજાર 199 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમમાં 4 હજાર 921 MCM લાઇવ પાણીનો જથ્થો નોંધાયો છે.
સતત પાણીની આવક વધતા 10 દરવાજાઓ બે દિવસ પહેલા પણ ખોલવામાં આવ્યા હતા. 1 લાખ 62 હજાર 292 ક્યુસેક પાણીની આવક નર્મદામાં ઉપરવાસમાંથી પાણી છોડાતા બે દિવસ પહેલા પણ વધ્યું હતું ત્યારે ફરી પાણીની આવક થઈ છે.