શનિ, રવિ, સોમ, મંગળ, એમ ચાર દિવસ સ્વાતંત્ર્ય પર્વ, પતેતીના તહેવારો ટાણે ચાર દિવસના મીની વેકેશન હોવાથી
નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારી જોવા પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.
23 દરવાજા ગેટ ખોલ્યા પછી ઓવરલોડ ડેમનો નજારો જોવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ લાખથી વધુ પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો છે.ચોમાસુ સીઝનમાં 23 દરવાજા ખોલ્યા પછીનો ડેમનો ઓવરફ્લોનો અદ્ભૂત નજારો પહેલીવાર જોવા મળ્યો હોવાની ખુશી જોવા મળી રહ્યો છે.
પ્રવાસીઓની ભારે ભીડને કારણે તમામ હોટલો, ખાનગી ગેસ્ટ હાઉસ હાઉસફુલ થઈ ગયા છે.ઓનલાઇન ટિકિટોનું પણ એડવાન્સ બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે. નર્મદા ડેમની આજુબાજુ સાતપુડા અને વિન્ધ્યાચલની ગિરીમાળાઓ, લીલાછમ જંગલો, ખળ ખળ વહેતા કુદરતી ઝરણાંઓ પરિસરની આજુબાજુનું કુદરતી સૌંદર્ય મીની કાશ્મીરની યાદ અપાવે છે. આકાશમાં કાળા વાદળો, ઝરમર વરસાદી માહોલમાં પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા છે. અહીંનું કુદરતી સૌંદર્ય જોઈને મીની કાશ્મીર જેવો માહોલ જોઈને પ્રવાસીઓ ખુશ થઈ રહ્યા છે.
દીપક જગતાપ, રાજપીપલા