નર્મદાડેમમા પાણીની આવક વધતા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાથી પાણી છોડાતા નર્મદા ડેમમા પાણીની સતત વધતી જતી આવકને પગલે નર્મદા નદીના કુલ 23 ગેટ ખોલવાની ફરજ પડી છે. પાણીની આવક – 2,13,535 ક્યુસેક્સ છે. ડેમની સપાટી હાલ 135.31 મીટરે પહોંચી છે હવે ડેમ મહત્તમ સપાટી થી 3.37 મીટર દૂર રહ્યો છે. નર્મદા ડેમના 23 દરવાજામાથી 1,50,000 ક્યુસેક્સ પાણી નર્મદા નદીમાં છોડાતા નર્મદામા ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.
આજે બીજા દિવસે પણ નર્મદા ડેમના 23 દરવાજા 0.50 મીટર ખોલીને 1,00,000 ક્યુસેક્સ રિવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઇનથી 44,214 ક્યુસેક્સ પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ગઈકાલે 1,00,000 ક્યુસેક્સ પાણી છોડાઈ હતું તે આજે વધારીને 1,50,000 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ પાણીની આવક – 2,13,535 ક્યુસેક્સ નોંધાઈ છે. ગુજરાતનાં જીવાદોરી સમાન નર્મદા ડેમમા મધ્યપ્રદેશમા ભારે વરસાદને પગલે ઇન્દિરાસાગર ડેમના દરવાજાઓ ખોલી નાખી પાણી છોડતા નર્મદા ડેમમા પાણીની ભારે આવક થવા પામી હતી. જેને પગલે ગઈ કાલે ડેમના 23 દરવાજા ખોલાયા છે. સરદાર સરોવર નર્મદાડેમનું ડેમ લેવલ : 135.31મીટર થઈ ગયું હતું. હાલ 87.26% ડેમ ભરાઈ ગયો છે. હજી ડેમ 3.37 મીટર ભરવાનો બાકી છે.
નર્મદા ડેમના વીજ મથકો પણ ધમધમતા થઈ ગયા છે. જેમાં કેનાલમાં 50 મેગાવોટના 4 ટર્બાઇન ચાલુ છે જેમાંથી 20 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે રિવર બેડ પાવર હાઉસના 200 મેગાવોટના પણ 6 ટર્બાઇન ચાલુ છે.
દીપક જગતાપ, રાજપીપલા