Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર નર્મદા નિગમના વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાના હસ્તે થયુ ધ્વજવંદન.

Share

રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેશના રાજ્યોમાં સૌથી ઉંચે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમના વહિવટી સંચાલકઅને ગુજરાતના નાણાં વિભાગના અગ્રસચિવ અને તથા SOUADTGA ચેરમેન જે.પી.ગુપ્તાએ આજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આ તકે નર્મદા ડેમના મુખ્ય ઇજનેર રાજેન્દ્ર કાનુન્ગો, અધિક્ષક ઇજનેર એમ.એલ.પટેલ, કાર્યપાલક ઇજનેર ટી.વી.કેદારીયા અને રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે સમુદ્ર તળથી ૧૬૦ મીટરની ઉંચાઇએ આઝાદીના અમૃત મહોત્સવના અવસરે આપણો રાષ્ટ્રધ્વજ આજે આન, બાન અને શાનથી લહેરાઇ રહ્યો છે.

આ પ્રસંગે ઉપસ્થિત સરદાર સરોવર નર્મદા ડેમના કર્મયોગીઓને સંબોધતા વહિવટી સંચાલક જે.પી.ગુપ્તાએ ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી નર્મદા ડેમના નિર્માણમાં પોતાનું યોગદાન આપનાર સૌ કોઇ પ્રત્યે રાજય સરકાર વતી આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ દ્વારા પિવાના અને ખેતી તેમજ ઉદ્યોગોને પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે. ગુજરાતનો વિકાસ થાય અને પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સૌ કોઇને કાર્યરત રહેવાની હિમાયત કરી સૌની સારા સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યની શુભકામનાઓ વ્યકત કરી હતી.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યની જામીન સામે પોલીસનું સોગંદનામું

ProudOfGujarat

માંગરોળ : કંસાલી અને વેરાકુઈ ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ વિકાસ કામોનું લોકાર્પણ કર્યું.

ProudOfGujarat

યુવાન અને ખંતીલા એવા કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે ઉમેદવારી નોંધાવી.ઘણાં દિવસથી કોંગ્રેસના ઉમેદવાર કોણ તે અંગે ચાલતી ચર્ચા,અટકળોનો છેવટે અંત આવ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!