Proud of Gujarat
FeaturedGujaratINDIA

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે “હર ઘર તિરંગા” અભિયાન અંતર્ગત ૧૦૦૦ રાષ્ટ્રધ્વજ પ્રવાસીઓને વિતરણ કરાયા.

Share

“આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી” સંદર્ભે તા.૧૩ થી તા.૧૫ મી ઓગષ્ટ, ૨૦૨૨ દરમિયાન “હર ઘર તિરંગા” ના રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ સંદર્ભે SOUADTGA વહીવટીતંત્ર દ્વારા સુચારૂ રૂપે આયોજન કરવામાં આવ્યુ છે, જે અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટીતંત્ર દ્વારા CISF ના માધ્યમથી અત્રે આવનાર પ્રવાસીઓને ૧૦૦૦ જેટલા રાષ્ટ્રધ્વજ વિતરણ કર્યા હતા. ઉપસ્થિત અધિકારીઓએ પ્રવાસીઓને આ રાષ્ટ્રધ્વજ પોતાના મકાન પર ફરકાવવા અપીલ કરી હતી.

રાષ્ટ્રધ્વજ વિતરણ દરમ્યાન SOUADTGA ના અધિક કલેકટર હિમાંશુ પરીખ, નાયબ કલેકટર ડૉ. મયુર પરમાર, નાયબ કલેકટર કુલદિપસિંહ વાળા, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંઘ, ઇન્સપેકટર સર્વ મહેન્દ્ર જગદેવ, શૈલેન્દ્ર કુમાર, સબ ઇન્સ્પેકટર સર્વ નરવીરસિંઘ, ભરતસિંઘ રાઠોડ, કોન્સ્ટેબલ પિન્ટુનાથ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર ONGC એ ભરાયેલાં પાણી સોસાયટીમાં છોડી દીધાં…

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં તવરા ગામનાં નર્મદા નદીનાં કિનારે ભયાનક મોટા મગરે એક શ્વાનનો શિકાર કર્યો.

ProudOfGujarat

સુરતનાં પાંડેસરા VT પોદાર BCA કોલેજ બહાર વિદ્યાર્થીઓએ એક સાથી વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલો કરતા ભાગદોડ મચી ગઇ હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!